વ્યારા નગર માં રહેતા અને શાકભાજીનું વેચાણ કરી કરી જીવન ગુજારતા ભરત અંબુભાઇ દેવીપુજક (ઉ.વ.32) 02/05/23ના રોજ બપોરે પાડોશમાં રહેતા તારાબેન અને નેનાબેન આ બંને બહેનો તેનાં ઘરે આવ્યા હતાં અને તેની પત્ની મીના પર બંનેના નાના છોકરાઓના ગળામાંથી સોનાનુ ઓમ લખેલું પેંડલ ચોરી કરી ગયાનો આરોપ લગાવ્યો હતો.
જે બાદ સમાજનુ પંચ ભેગું કરવાનું નક્કી કરાયું,સમાજના માણસોમા રાજુભાઇ કુવરીયા,કેશવભાઇ રાફુચા, રાજભાઇ તલાડીયા તથા સંજયભાઇ ધામેચા સહિતના આગેવાનો તા.03/05/2023 ના રોજ બપોરના આશરે બાર વાગે ઉનાઇ નાકા નજીક પુલ નીચે પંચ ભેગા થયા હતા.ત્યાર પછી તા.04/05/2023 ના રોજ બપોરના બારેક વાગ્યે ફરી ત્યાં જતાં પંચમાં આશરે સાડા બારેક વાગે આ બધા ભરત અને તેની પત્ની અને પિતા અંબુભાઇને ગાળો બોલવા લાગ્યા હતા. તમે બધા ચોર જ છો અમારા ઘરેથી બધુ ચોરી કરી જાવ છો,કહી પંચોની હાજરીમા ગંદી ગંદી ગાળો પણ બોલતા હતા. આ બબાલ મામલે તારાબેન ગોપાળભાઇ દેવીપુજક,નેનાબેન સંજયભાઇ દેવીપુજક, ગોપાળભાઇ નટુભાઇ દેવીપુજક તથા સંજયભાઇ નટુભાઇ દેવીપુજક (તમામ રહે.વ્યારા શંકર ફળીયુ ) વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500