દેશમાં કોરોનાનાં કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 134 દિવસ પછી, ગતરોજ દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 10 હજારથી વધુ થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે આ જાણકારી આપી હતી. આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1805 લોકો કોરોના સંક્રમિત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હવે કુલ 10 હજાર 300 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
દેશનાં 14 રાજ્યોના 29 જિલ્લામાં કોરોના સંક્રમણનો દર 10 ટકાને પાર થઈ ગયો છે. સાથે જ 59 જિલ્લામાં કોરોનાનો સાપ્તાહિક ઇન્ફેકશન દર પાંચથી 10 ટકાની વચ્ચે છે. એવા ઘણા જિલ્લા છે જ્યાં છેલ્લા અઠવાડિયામાં 40 ટકાથી વધુ સેમ્પલ પોઝિટિવ મળ્યા છે. આ જ કારણના લીધે ICMR એ ઇન્ફેકશનના ફેલાવાને રોકવા માટે ભીડમાં માસ્ક ફરજિયાત કરવાની સલાહ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500