ભાવનગરના ડમીકાંડ મામલે ગત રોજ મોડી રાતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શનિવારે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પણ સુરતથી ધરપકડ કરવામાં આવી છે.
માહિતી મુજબ,સુરતની પીસીબીની ટીમે ગોપીપુરા ખાતેથી કાનભાની ધરપકડ કરી હતી અને હવે તેને ભાવનગર એસઆઇટીની ટીમને સોંપી દેવામાં આવ્યો છે.જો કે, હાલ પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ કરી રહી છે. દરમિયાન પોલીસેને કાનભાની ધરપકડ પહેલાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે.મીડિયા અહેવાલ મુજબ,આ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે કાનભાએ મોઢા પર માસ્ક પહેર્યું છે અને ઘર માલિક કાનભાને મોપેડ પર લેવા ગયો હતો. રાતે 12.06 કલાકે કાનભા ગોપીપુરા આવ્યો હતો. અહીં કાનભા પાસે એક કાળા કલરની બેગ દેખાય છે. આ બેગ અનેક રહસ્યો ખોલી શકે છે.
કાનભા અને યુવરાજસિંહને સાથે રાખી થઈ શકે પૂછપરછ
સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે આ કાળી બેગમાં શું હતું? જો કે આ સવાલનો જવાબ પોલીસ તપાસમાં જ સામે આવશે.અહેવાલ મુજબ, કાનભા સુરતના અઠવા વિસ્તારમાં ગોપીપુરા ખાતે આવેલા પાલ વિહાર ફ્લેટમાં રહેતા તેના મિત્ર વિક્રમ પાલને ત્યાં આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. આથી પોલીસે ત્યાં પહોંચી હતી અને કાનભાની ધરપકડ કરી હતી. ત્યારે હવે કાનભા અને યુવરાજસિંહને સાથે રાખી બંનેની પૂછપરછ કરવામાં આવી શકે છે. આ પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500