યુ ટ્યુબ ઉપર બુલેટનું લોક તોડી ડાયરેકટ ચાલુ કરવાનો વિડીયો જાયા બાદ પંદર દિવસ પહેલા લિંબાયત વિસ્તારમાંથી બુલેટ ચોરી કરનાર બે વાહન ચોરને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડી લિંબાયતમાં નોધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ મદદનીશ પોલીસ કમિસનર આર.આર.સરવૈયા અને પોલીસ ઈન્સ્પેકટરની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો દિવાળી તહેવાર નિમિતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારુ નાઈટ પેટ્રોલીગમાં હતા તે વખતે વાહન સ્કોડના માણસોઍ બાતમીના આધારે લિંબાયત આંજણા નહેર રોડ આંબેડકર નગર પાસેથી જાવીદ રફીક સૈયદ (ઉ.વ.૨૭.રહે, બેઠીકોલોની મીઠીખાડી લિંબાયત) અને સમીર જમીર શેખ (ઉ.વ. ૨૨.રહે,બેઠીકોલોની લિંબાયત)ને ઝડપી પાડી રોયલ ઍનફિલ્ડ બુલેટ કલાકીસ ૩૫૦ સીસીની કબજે કરી હતી.
પ્રાથમિક પુછપરછમાં બંને જણાઍ યુ-ટ્યુબ ઉપર બુલેટનું લોક તોડી ડાયરેકટ ચાલુ કરવાનો વિડીયો જાયો હતો અને ત્યારબાદ પંદરેક દિવસ પહેલા રાત્રીના સમયે લિંબાયત નારાયણનગર પાસે રોડ ઉપરથી સ્ટેરીંગ લોક તોડી ડાયરેકટ કરી બુલેટ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા બુલેટ ચોરી અંગે ફરિયાદ પણ નોધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500