Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ફ્લાઈટની ટિકિટ બુકિંગના નામે ઠગાઈ, ઈન્દોરના બે ભેજાબાજો ઝડપાયા

  • November 05, 2023 

સુરતમાં ફ્લાઈટની ટિકિટ બુકિંગના નામે ઠગાઈ થઇ છે. જેમાં વેસુની મહિલા સાથે રૂ.37.70 લાખની ઠગાઈ થઇ છે.તેમાં એર ટિકિટ બુકિંગનો ટાસ્ક આપી રૂપિયા 37.70 લાખની ઠગાઈ થઇ છે. તેમજ ઠગાઈ કરનાર ઈન્દોરના બે ભેજાબાજોને ઝડપી પડાયા છે.



બંનેના બેંક ખાતામાં રૂપિયા 16.83 લાખની રકમ ફ્રીઝ કરાઈ છે. તેમાં સોશિયલ મીડિયાથી મહિલાનો સંપર્ક કર્યો હતો. જેમાં ઇન્દોરના અમિત રાઠોડ, દિનેશ પચવારિયાની ધરપકડ કરવામાં આવી છે. ફ્લાઇટની એર ટિકિટ બુકિંગના ટાસ્ક આપી વેસુની મહિલા સાથે રૂપિયા 37.70 લાખની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં સુરત સાયબર ક્રાઇમએ ઠગાઈ કરનાર ઇન્દોરના બે ભેજાબાજ ને ઝડપી પાડ્યા છે.


અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરમાં ટ્રાવેલ એજન્સીની વેબસાઈટ હેક કરી 7.35 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર શખ્સની હરિયાણાથી ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીનું નામ અમર જગદીશ નાયક છે. ભેજાબાજ અમરે ટ્રાવેલ્સ કંપનીના વેપારીની વેબસાઈટ હેક કરીને ઓનલાઈન એર ટિકિટ, હોટલ બુકીંગ, બસ બુકિંગ મોબાઇલ રિચાર્જ બિલ પેમેન્ટ અને ગિફ્ટ વાઉચરનું ઓનલાઈન બુકિંગ કરી 7.35 લાખની છેતરપિંડી આચરી હતી. 21 વર્ષના આ હેકર્સએ વેબસાઈટ હેક કરીને ઓનલાઈન બુકિંગ કરીને કંપનીના ખાતામાં માત્ર એકથી દોઢ રૂપિયો જમા કરતો અને બાકીના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી ઠગાઈ આચરતો હતો. આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપીંડી આચરી હોવાનું ખુલ્યું છે.



પકડાયેલ આરોપી અમર નાયક માત્ર ધો.12 સુધીનું અભ્યાસ કર્યો છે. આરોપીએ પોતાના મોજ શોખ પૂરા કરવા યુટ્યુબ પર વેબસાઈટ હેક કરવાના વીડિયો જોઈને હેકર્સ બન્યો હોવાનો ખુલાસો કર્યો હતો. આરોપીએ છેલ્લા દોઢ વર્ષમાં અનેક લોકોની વેબસાઈટ હેક કરીને લાખો રૂપિયાની છેતરપીંડી કરતો હોવાનું પણ સામે આવ્યું હતુ. આરોપી જે કંપનીની વેબસાઈટ નબળી હોય તેને ટ્રાગેટ કરીને હેક કરતો હતો.



આ હેકર્સ વેબસાઈટ હેક કરીને તેમાં બગ્સ ફિક્સ કરી બાદમાં વેબસાઈટને બ્રિચ કરતો હતો અને ત્યારબાદ હોટલ બુકીંગ એર ટિકિટ બુકીંગ તેમજ ઓનલાઇન શોપિંગ કરીને વેબસાઈટના સંચાલકના ખાતામાં જે-તે વેન્ડરનું પૂરું પેમેન્ટ ચુકવણી થાય અને વેબસાઈટના સંચાલકની જે રકમ મળવી જોઈએ જેના બદલે એક કે બે રૂપિયા જેવી મામુલી રકમ મળે તેવું હેક કરેલ સિસ્ટમ સેટિંગ કરી છેતરપિંડી આચરતો હતો. એટલું જ નહીં જે-તે કસ્ટમર પાસેથી આ નાણાં મેળવીને પોતે કમાણી કરતો હતો. સાયબર ક્રાઇમે આરોપીએ ઉપયોગમાં લીધેલા જુદા જુદા ડિવાઇસ જપ્ત કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News