રિંગરોડની એસ.ટી.એમ ટેક્ષટાઈલ માર્કેટમાં શ્રુતિ ફેબના માલીકે ગ્રે કાપડ માલના બાકી નિકળતા રૂપિયા ૩.૩૧ લાખની ઉઘરાણી કરવા માટે દુકાને આવેલા વિવર્સ પિતરાઈ ભાઈઓ ઉપર લોખંડની કાતરથી હુમલો કર્યો હતો. તેમજ તેની કાકી સાથે પણ ઝપાઝપી કરી મુઢ મારમાર્યો હતો.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ ઉધનાગામ ઉદ્યોગ દર્શની બાજુમાં સાસ્વત રેસીડેન્સી ખાતે રહેતા ભરતભાઈ બાબુભાઈ ઠુમ્મર (ઉ.વ.૩૯) તેના કાકાના દિકરા મૌલીક અને કાકી સાથે રિંગરોડ એસ,ટી.એમ માર્કેટમાં શ્રુતિ ફેબના માલીક અરવિંદ ત્રિભુવનદાસ પટેલ પાસે તેમના ગ્રે કાપડના માલના બાકી નિકળતા રૂપિયા ૩,૩૧,૦૦૦ના ઉઘરાણી કરવા માટે ગયા હતા તે વખતે અંરવિદ પટેલે તેમની સાથે ગાળાગા્ળી કરી હતી તેમજ તેની ટેબલ ઉપર પડેલ લોખંડની કાતરથી મૌલીકને ગાલ, દાઢી, છાતી તથા હાથના ભાગે જયારે ભરતને નાક, કાનના ભાગે હુમલો કરી ઇજા પંહોચાડી હતી. તેમજ કાકી વિલાસબેન સા્થે પણ ઝપાઝપી કરી મુઢ મારમાર્યો હતો. બનાવ અંગે પોલીસે ભરતભાઈની ફરિયાદ લઈ આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500