Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત :એબીજી શીપયાર્ડના ગોડાઉન માંથી રૂપિયા 33 હજારના તાંબા ની પટ્ટીની ચોરી

  • January 03, 2021 

સુરત ડુમસ રોડ મગદલ્લા બંદર ઍબીજી શીપયાર્ડના કેમ્પસ યાર્ડમાં આવેલ ભંગારના ગોડાઉનમાંથી કોઈ અજાણ્યો રૂપિયા ૩૩ હજારની કિંમતનો ૬૦ કિલો વજનનો તાંબાની પટ્ટીનો રોલ ચોરી કરી નાસી ગયો હતો.

 

 

બનાવ અંગે ડુમસ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ  મૂળ અમદાવાદ મણીનગરના ગોવર્ધન ટેકરા આલ્ફા ઍપાર્ટમેન્ટમાં રહેતા જયેશ વ્રજલાલ મકવાણા રત્નજ્યોત કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. અને હાલમાં તેઓ મગદલ્લા બંદર ખાતે ઍબીજી શીપયાર્ડની ઓફિસ આવેલી છે. ઍબીજી શીપયાર્ડના કેમ્પસ યાર્ડમાં ભંગારનું ગોડાઉન આવેલ છે આ ગોડાઉનમાંથી ગત તા.૩૦મી ડિસેમ્બરના રોજ કોઈ અજાણ્યો રૂપિયા ૩૩ હજારની કિંમતનો ૬૦ કિલો વજનનો તાંબાની પટ્ટીનો રોલ ચોરી કરી નાસી ગયો હતો. પોલીસે જયેશ મકવાણાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News