ઉધના શીવનગર સોસાયટીમાં રહેતા વેપારી પરિવાર સાથે રાજસ્થાન વતનમાં ગયો તે દરમિયાન તસ્કરોઍ તેમના બંધ મકાનને નિશાન બનાવી કબાટમાંથી રોકડા ૩૦ હજાર અને દાગીના મળી કુલ રૂપિયા ૯૪ હજારના મતાની ચોરી કરી નાસી ગયો હતો.
ઉધના પોલીસના જણાવ્યા મુજબ ઉધના શીવનગર સોસાયટીમાં રહેતા બુધારામ બસ્તીરામ સુથાર પરિવાર સાથે ગત તા.૧૮મીના રોજ વતન રાજસ્થાનના નાગૌર ખાતે ગયા હતા તે દરમિયાન તસ્કરો તેમનાબંધ મકાનમાં ત્રાટક્યા હતા. તસ્કરોઍ લાકડાના કબાટમાંથી રોકડા ૩૦ હજાર અને દાગીના મળી કુલ રૂપિયા ૯૪ હજારના મતાની ચોરી કરી નાસી ગયા હતા. ઘરમાં ચોરી થઈ હોવાની જાણ બુધારામને તેમના પડોશીએ ફોન કરીને કરી હતી જેથી બુધારામે અલથાણ કેનાલ રોડ ભીમરાડ ચેકપોસ્ટ પાસે શીવ રેસીડેન્સીમાં રહેતા તેના ભાઈ ઓમપ્રકાશ બસ્તીરામ સુથારને કરતા તેઓ મકાનમાં દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તેની ઓમપ્રકાશની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application