ડિંડોલી માર્કે પોઈન્ટ વિસ્તારમાં રહેતા ઍસ.ટી.જૈન સ્કુલના શિક્ષકના બંધ મકાનને તસ્કરોઍ નિશાન બનાવી રોકડ રકમ અને દાગીના મળી કુલ રૂપિ.યા ૧.૯૨ લાખના મતાની ચોરી કરી નાસી ગયા હતા.
ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ ડિંડોલી માર્કે પોઈન્ટ પાછળ સાંઈ શક્તિ સોસાયટીમાં રહેતા રાજેશ ગુરુપ્રસાદ ઉંમર વૈષ્ણવ (ઉ.વ.૩૪) વેસુ ચાર રસ્તા ખાતે આવેલ ઍસ.ડી.જૈન સ્કુલમાં ટીચર તરીકે નોકરી કરે છે. રાજેશભાઈની પત્ની બબીતાબેનની ગત તા.૧૬મીના રોજ તબીયત ખરાબ હોવાથી તેને લઈને જીતેશ પાર્ક સોસાયટીમાં રહેતા સાળા સંતોષ શાહના ઘરે ગયો હતો. અને ત્યાં જ રોકાઈ ગયા હતા. અને અવાર નવાર કામ અર્થે ઘરે આવતો હતો. દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોઍ નિશાન બનાવી મુખ્ય દરવાજાને મારેલુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી રોકડા ૧૦ હજાર અને દાગીના મળી કુલ રૂપિયા ૧,૯૨,૫૦૦ના મતાની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે રાજેશભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application