સચીન તલંગપુર શિવાજંલી સોસાયટીમાં આવેલ ચાલીમાં રહેતા શ્રમજીવીને તમારા છોકરા મોબાઈલ ચોરીના આરોપીઓ છે હોવાનુ કહી પતાવટ પેટે રૂપિયા ૫ હજારનો તોડ પાડ્યો હતો. ડુપ્લીકેટ પોલીસે જેતે સમયે શ્રમજીવી પાસેથી ત્રણ હજાર લઈ લીધા હતા જયારે બાકીના બે હજાર લેવા માટે આવ્યા હતા જે સમયે શ્રમજીવી સાથેના મકાન માલીકને શંકા જતા તેમની પાસે આઈકાર્ડની માંગતા ભાંડો ફુડ્યો હતો. અને પોલીસ કંટ્રોલમાં ફોન કરતા અસલી પોલીસ સ્થળ પર દોડી આવી ત્રણ પૈકી એકને ઝડપી પાડ્યો હતો જયારે બાકીના બે જણાને ઝડપી પાડવાના ચક્રોગમિતાન કર્યા છે.
સચીન જીઆઈડીસી પોલીસના જણાવ્યા મુજબ ઉંબેરગામ પટેલ ફળિયુ ખાતે રહેતા મહેન્દ્ર રવજીભાઈ પટેલ (ઉ.વ.૪૮)ની તલંગપુરમાં શવાજંલી સોસાયટીમાં ચાલી આવેલી છે જેમાં ભાડુઆત તરીકે રહેતા ત્રીનાથના ઘરે ગત તા ૧૭મીના ગુરુવારના રોજ રીક્ષામાં અમીત રાજુ ભરવાડ (રહે, ગોકુલનગર પારડી સચીન) સહિત ત્રણ જણા આવ્યા હતા અને પોતાની ઓળખ સચીન પોલીસના ડી-સ્ટાફના માણસો તરીકે ઓળખ આપી તમારા છોકરા તુફાન અને ધવલ મોબાઈલ ચોરીના ગુનાના આરોપી છે હોવાનુ કહી ડરાવ્યો હતો અને પતાવટ પેટે રૂપિયા ૩૦ હજારની માંગણી કરી છેવડે પાંચ હજાર નક્કી કર્યા હતા અને જેતે સમયે ત્રણ હજાર લઈ ગયા હતા અને બાકીના બે હજાર લેવા બીજા દિવસે એટલે ગઈકાલે સાંજે પરત આવવાનું કહ્નાં હતું .
દરમિયાન ત્રીનાથ પાસે ચાલીના માલીક મહેન્દ્ર પટેલ પણ હાજર હતા તે સમયે ત્રણેય જણા બાકીના બે હજાર લેવા માટે આવ્યા હતા જોકે તેમને જોઈને મહેન્દ્ર પટેલને શંકા જતા તેમની પાસે આઈકાર્ડ માંગ્યો હતો. જે તેઓ નહી બતાવતા મહેન્દ્ર પટેલે વાતો ચાલુ રાખી પોલીસ કંટ્રોલમાં ફોન કરતા સચીન જીઆઈડીસી પોલીસ કંટ્રોલનો કોલ મળતા દોડી આવ્યા હતા. અને સ્થળ પરથી અમીત રાજુ ભરવાડને ઝડપી પાડ્યો હતો જયારે તેના બે સાગરીતો ભાગી ગયા હતા.અમીતની પુછપરછમાં ભાગી ગયેલા પૈકી એકનું નામ ગુડ્ડુ અને બીજા ગેરેજવાળો હોવાનુ બહાર આવ્યું છે પોલીસે મહેન્દ્ર પટેલની ફરિયાદ લઈ અમીતની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500