Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : રોડ પર રિલ્સ બનાવવાને લઇ થયેલ ઝગડો ફાયરિંગ સુધી પહોંચ્યો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • December 19, 2023 

સુરતનાં કામરેજ-કઠોદરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં રવિવારની રાત્રે ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ થતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા કામરેજ પોલીસ સહીત જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવતા તપાસ ચાલુ કરાઈ હતી. રોડ પર રિલ્સ બનાવવા ને લઇ થયેલી બોલાચાલી ઉગ્ર બનતા મારામારી અને ત્યારબાદ હવામાં ફાયરિંગ કરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જોકે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.



સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ફાયરિંગ ફાર્મ હાઉસના માલિકે કર્યું હતું જેને લઈ અફરાતફરીનો માહોલ ઉભો થઇ ગયો હતો. દારૂની મહેફિલ બાદ નશામાં ફાયરિંગ કરાયું હોવાની વાત સામે આવી રહી છે. આ ઘટનામાં જોકે કોઈ જાનહાનિ નોંધાઈ નથી પણ જાહેરમાં ફાયરિંગ એ કોઈ પણ નિર્દોષનો જીવ લઈ શકે છે એ વાત ને નકારી શકાય નહીં. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે ભાઈઓ વચ્ચે આંતરિક ઝઘડામાં એક ભાઈએ હવામાં ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ બાદ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. જયારે બંને પક્ષકારોએ સામસામી ફરિયાદ નોંધાવતા ત્રણ સામે ગુનો નોંધાયો હતો.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application