સુરતનાં ડીંડોલી વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચે ભગાડી જઈ સગર્ભા બનાવનાર 20 વર્ષીય આરોપી યુવાનના જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ ભરત કુમાર પી.પુજારાએ નકારી કાઢી છે. મૂળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના વતની 20 વર્ષીય આરોપી રવિકુમાર રામપ્રવેશ ચૌધરીએ ગઈ ૨૦મી માર્ચના રોજ ડીંડોલી વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને નવાગામ ડીંડોલીના જયરાજ નગર તથા બેચરાજી ગામ વનાદ ખાતે લઈ ગયો હતો.
આરોપીએ ભોગ બનનાર સગીરા હોવાનું જાણવા છતાં તેની સાથે એકથી વધુવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારતા ભોગ બનનારને પાંચ વીકનો ગર્ભ રહી ગયો હતો. જેથી ભોગ બનનારના ફરિયાદી વાલીએ ડીંડોલી પોલીસમાં આરોપી વિરુધ્ધ અપહરણ, બળાત્કાર તથા પોક્સો એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી. ડીંડોલી પોલીસે જેલભેગા કરેલા આરોપી રવિકુમાર ચૌધરીએ આરોપી યુવાન વયના હોઈ કેસ ચાલતા લાંબોય સમય લાગવાથી પ્રિટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ હોવાથી જામીન આપવા માંગ કરી હતી.
ફરિયાદીએ બનાવના આઠ દિવસ સુધી પોતાની પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી નથી. ભોગ બનનારને અન્ય જગ્યાએ પરણાવી દે તેમ હોવાથી આરોપી સાથે સ્વેચ્છાએ આવી છે. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજશ પંચોલીએ જણાવાયું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે. આરોપી પરપ્રાંતીય હોઈ જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા કરે કે ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500