લિંબાયત મહારાણા તાપ ચાર રસ્તા પાસેથી પોલીસે પોતાની સેફ્ટી માટે દેશી હાથ બનાવટનો તમંચો અને બે કાર્ટીસ સાથે પનાસ ગામના ટપોરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ પીઆઈ ઍચ.બી.ઝાલાની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસો ગઈકાલે આગામી દિવાળી તહેવારને લઈને પેટ્રોલીંગમાં હતા તે વખતે મળેલી બાતમીના આધારે મહારાણા તાપ ચાર રસ્તા પાસેથી મીતેશ ઉર્ફે ચામડ ભીખુભાઇ પટેલ (ઉ.વ. ૨૩ રહે. બિલ્ડીંગ નં. ઍલ ૨, ફલેટ નં. ૧, પદમા નગર ઍસઍમસી આવાસ, પનાસ) ને ઝડપી પાડી તેની પાસેથી દેશી બનાવટનો તમંચો અને બે નંગ જીવતા કાર્ટીસ કબ્જે લીધા હતા.
પોલીસની પુછપરછમાં મીતેશ ઉર્ફે ચમાડે ચાર વર્ષ અગાઉ આગ્રા ફરવા ગયો હતો ત્યારે આગ્રા બસ સ્ટેન્ડ સામે રહેતા મુકેશ નામના યુવાન પાસેથી ૮,૦૦૦ રૂપિયામાં પોતાની સેફટી માટે ખરીદયો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તમંચો અને બે કાર્ટીસ કબ્જે લઇ મીતેશ ઉર્ફે ચામડ અને મુકેશ વિરૂધ્ધ આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધી મુકેશને વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મીતેશ માથાભારે છાપ ધરાવે છે અને લોકડાઉનમાં પૈસાની તંગી પડતા લારીવાળા પાસેથી હપ્તો ઉઘરાવવા માટે તમંચો ખરીદ્યો હોવાની પણ કબુલાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500