Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત: વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી,એકબીજાના સ્કૂલ ડ્રેસ પણ ફાડી નાખ્યા

  • August 04, 2023 

સુરતના રિંગરોડ ખાતે ત્યારે લોકોની ભીડ ભેગી થઈ જ્યારે શાળાના કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી.આ મારામારીમાં વિદ્યાર્થીઓએ એકબીજાના સ્કૂલ ડ્રેસ પણ ફાડી નાખ્યા હતા. મારામારીની આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે,જેમાં દેખાય છે કે 10થી 12 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થતા મારામારી થઈ હતી.આ મારામારીમાં સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓને છોડાવવાનો પ્રયાસ કરતા તેમણે પણ ધક્કે ચઢાવ્યા હતા.

ખાનગી શાળાના 10થી 12 વિદ્યાર્થી જાહેરમાં બાખડ્યા

મળતી માહિતી મુજબ,સુરતના રિંગરોડથી વિદ્યાર્થીઓની મારામારીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ખાનગી શાળાના 10થી 12 વિદ્યાર્થી જાહેરમાં એક બીજાને લાફાવાળી કરતા જોવા મળી રહ્યા છે. ચામુંડા રેસ્ટોરન્ટ બહાર શહેરની એક ખાનગી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ વિવાદ ઉગ્ર થતા વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જોકે,કેટલાક સ્થાનિક લોકો દ્વારા વિદ્યાર્થીઓને છોડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ,તેમણે પણ વિદ્યાર્થીઓએ ધક્કે ચઢાવ્યા હતા.

વાલીઓમાં ચિંતા પ્રસરી


આ મારામારીની ઘટનામાં વિદ્યાર્થીઓએ એકબીજાના સ્કૂલ ડ્રેસ પણ ફાડી નાખ્યા હતા. જોકે,વિદ્યાર્થીઓ વચ્ચે કઈ બાબતે ઝઘડો થયો તે અંગે હાલ જાણી શકાયું નથી. પરંતુ,વિદ્યાર્થીઓએ કરેલી મારામારીને કોઈએ પોતાના મોબાઇલમાં કેદ કરી હતી,જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિદ્યાર્થીઓની મારામારીનો વીડિયો જોઈ કેટલાક વાલીઓમાં ચિંતા પ્રસરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News