Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : માતા અને દીકરી વચ્ચે અણબનાવ બનતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની મદદથી સુલેહ કરવામાં આવી

  • May 22, 2021 

સુરત શહેરના અડાજણ ગંગેશ્વર પાસેના ફૂટપાથ પર રહેતા પરિણીતાનો માતા સાથે અણબનાવ થતાં રિસાઈને કાકા-કાકી પાસે પાલ લેક ગાર્ડન પહોંચી ગઈ હતી, જેના કારણે માતા અને દીકરી વચ્ચે કંકાસ થતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની સુરત ટીમએ બંને વચ્ચે સુલેહ કરવામાં મદદ કરી હતી. અભયમની દરમિયાનગીરીથી પરિવાર વિખેરાતા બચી ગયો હતો.

 

 

 

 

મળતી માહિતી મુજબ, પાલ લેક ગાર્ડન પાસેનાં ફૂટપાથ પર ઈજાગ્રસ્ત મહિલા ગુમસુમ રસ્તા પર બેસી હતી. તે જોઇને એક જાગૃત્ત વ્યક્તિનું ધ્યાન જતા સહાય કરવાની ભાવનાથી તેણે ૧૮૧ હેલ્પલાઈનમાં કોલ કરી મહિલાને મદદ કરવા અનુરોધ કર્યો હતો. જેથી સુરત સ્થિત અભયમ રેસ્ક્યુ વાને તાત્કાલિક પાલ લેક ગાર્ડન પાસે પહોંચીને મહિલાને શોધી કાઢી હતી. વાતચીત દરમિયાન અભયમ ટીમને જાણવા મળ્યું કે ‘પીડિત મહિલાના પિતાનું અવસાન થયું છે અને માતા અડાજણમાં રહે છે. માતા-પિતા ઉપરાંત પરિવારમાં બે બહેનો અને ત્રણ ભાઈઓ છે. જેમના બધાના લગ્ન થઇ ગયા છે. પીડિતાના પણ ચાર મહિના પહેલા અમરેલીમાં લગ્ન થઇ ગયા છે અને તેઓ ગત એક માસથી માતા સાથે રહેતા હતા.’

 

 

 

તેમણે વધુમાં જણાવ્યું કે,’માતાએ દીકરીને સાસરામાં જવાનું કીધું. પરંતુ દિકરીએ ના પાડતા માતા અને દીકરી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના કારણે દીકરી લેક ગાર્ડન પાસે રહેતા કાકા-કાકી પાસે રહેવા ચાલી ગઈ હતી. ત્યારે તેમની પાછળ માતા પણ સમજ આપવા જતા બંને વચ્ચે ઝઘડો થયો અને કાકા-કાકીએ પણ રાખવાની ના પાડતા પીડિત મહિલા રસ્તાનાં કિનારે ગુમસુમ બેઠી રહી.’ 

 

 

 

 

અભયમ ટીમે મહિલાને તેના માતા પાસે લઈ જઈ માતા અને દીકરી બંનેને સમજાવ્યા. પીડિતાને કહ્યું કે, આ રીતે અજાણ્યા વિસ્તારમાં રસ્તા પર એકાંત બેસવું ભયજનક છે. પરિવારમાં અણબનાવ થવાં એ સ્વાભાવિક છે. પરંતુ પરિવાર અને સમાજને નજર સમક્ષ રાખી એકબીજાએ નમતું જોખી લેવું એમાં જ શાણપણ છે. અભયમે સંબંધોનું મહત્વ અને જીવનની અનિશ્ચિતતાઓની ઊંડી સમજ  આપી હતી. માતા અને દીકરીએ કૌટુંબિક પ્રશ્નોનું આપસમાં જ નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application