સુરત શહેરનાં ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન અને વેલફેર સોસાયટી અને સુરત શહેર ટ્રાફિક પોલીસ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2021 અંતર્ગત શહેરના શ્રમિકોના જીવનની સુરક્ષા અને રોડ અકસ્માતથી રક્ષણ મળે તે માટે નવજીવન સર્કલ, ભટાર પાસે 1250 જેટલી સાયકલોમા રેડિયમ રિફ્લેકટર લગાડવામાં આવ્યા હતાં, તેમજ બ્રિજેશ વર્મા દ્વારા શ્રમિકોને આ રેડિયમ લગાડવાના ફાયદા અંગે સમજ આપવામાં આવી હતી. ઉધના, ભટાર, પાંડેસરા સહિતના વિસ્તાર આસપાસની ઇન્ડસ્ટ્રીઝમાં હજારો શ્રમિકો રોજી મેળવી રહ્યાં છે, રાત્રિના સમયે કામ પરથી ઘરે પરત ફરતી વેળાએ રોડ પર અવરજવર દરમિયાન શ્રમિકોની સુરક્ષા જળવાઈ રહે એ માટે ટ્રાફિક પોલીસ અને શહેરની અગ્રણી સંસ્થાઓએ આ પહેલ કરી છે.
શહેરના ટ્રાફિક રિજીયન-3માં આવેલી વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકોની સાયકલમાં રાત્રિના સમયે વિઝીબિલીટી ઓછી હોવાથી તેમની સુરક્ષા માટે રેડિયમ રિફ્લેકટર લગાડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં શહેર ટ્રાફિક વિભાગના એ.સી.પી. (ટ્રાફિક રિજીયન-૩)શ્રી એચ.ડી.મેવાડા, સર્કલ-8ના પી.આઈ. એસ.એમ.જોષી, DTEWS ના પ્રેસિડેન્ટ બ્રિજેશ વર્મા તેમજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પારસભાઈ જૈન, વંદના ભટ્ટાચાર્ય, ડો.મુકેશ જગ્ગીવાલા તેમજ ટ્રાફિક કમિટીના સભ્યો, લાયન્સ ક્લબ, અને ટી.આર.બી જવાનો, સેમી સર્કલ- 28માંથી ઉત્તમભાઈ જોડાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500