ધંધાકીય વ્યવહારમાં આરોપીની માલિકીનો પૂરાવો આપવામાં ફરિયાદી નિષ્ફળ જતા કોર્ટે ચેક રિટર્ન કેસમાં પાંડેસરાના ધવલગીરી ગોસ્વામીને નિર્દોષ ઠરાવી છોડી મુક્યો હતો. પાંચ વર્ષ ચાલેલા આ કેસમાં કોર્ટે વડી અદાલતના ચુકાદાને ટાંકીને કહ્યું હતું ક, આરોપી જ્યારે પ્રાથમિક તબક્કે પોતાની નિર્દોષતા દર્શાવે ત્યારે પુરાવાનો બોજા ફરિયાદી ઉપર ટ્રાન્સફર થાય છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી મહેશભાઇ ચંદાની ઉધના વિસ્તારમાં અનાજ કરીયાણાનો હોલસેલનો ધંધો કરતા હતા. તેમની ફરિયાદ મુજબ જય માં ભવાની ટ્રેડર્સના પ્રોપરાઈટર ધવલગીરી ગોસ્વામી(ઉ.વ.40) રહે, પાંડેસરા ને તેમણે રૂપિયા 2,21,621/- નો માલ આપ્યો હતો. જેની સામે ધવલગીરીઍ સાત ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થતા મહેશભાઇઍ અત્રેની કોર્ટમાં વર્ષ 2015 માં કેસ કર્યો હતો. જેમાં બચાવ પક્ષે ઍડવોકેટ અશ્વિન જાગડિયાઍ દલીલ કરી હતી કે, ફરિયાદીઍ જે બીલો કોર્ટમાં રજૂ કર્યા છે તે જોતા માલ જય માં ભવાની ટ્રેડર્સને આપવામાં આવ્યો છે અને આરોપી ધવલગીરી જય માં ભવાની ટ્રેડર્સના માલિક નથી.
ફરિયાદીઍ પણ જય માં ભવાની ટ્રેડર્સના માલિક ધવલગીરી હોવાનો કોઇ પુરાવો રજૂ કર્યો નથી. બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે ટાંકયું હતું કે, કાયદાકિય સિધ્ધાંત મુજબ ફરિયાદીઍ પોતાનો કેસ શંકાથી પર સાબિત કરવો પડે. આ કેસમાં આરોપી વિરુધ્ધ મજબૂત પુરાવો આપવામાં ફરિયાદી નિષ્ફળ ગયેલ છે. જેથી કોર્ટે આરોપીને છોડી મુકવા હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500