લિંબાયત વિસ્તારમાં રહેતા મેક્સ લાઈફ ઈન્સ્યુરન્સ કંપનીના ડેવલોપમેન્ટ મેનેજર પોતાની કંપનીની સાઈટ બરાબર ચાલતી ન હોવાથી ગુગલ પરથી તેની કંપનીના કસ્ટમર કેરનો નંબર મેળવી તેના ઉપર ફોન કરતા ઠગાઈનો ભોગ બન્યા હતા. સામેવાળા ઠગબાજે મેનેજરને મોબાઈલમાં ઍનીડેસ્ક નામની ઍપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેમા ડેબીટ કાર્ડ નંબર અને સીવીવી નંબર માંગી ખાતામાંથી ચાર તબક્કામાં કુલ રૂપિયા ૪૬,૯૯૯ ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા.
લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ ગોડાદરા ઍસ.ઍમ.સી ગાર્ડનની બાજુમાં વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા મેહુલભાઈ કરશનભાઈ બલદાણીયા (ઉ.વ.૨૮) મેક્સ લાઈફ ઈન્સ્યુરન્સ કંપનીમાં ડેવલેપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. મેહુલભાઈ ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્કમાં સેવીંગ ખાતુ ધરાવે છે. મેહુલભાઈ ગત તા ૨૦મી ઓક્ટોબરના રોજ ઘરે હતો તે વખતે તેમની કંપનીની સાઈટ બરાબર ચાલતી ન હોવાથી કંપનીના કસ્ટમર કેરમાં નંબર ગુગલમાં સર્ચ કરી મેળવ્યો હતો. અને તેના ઉપર ફોન કર્યો હતો.
તે વખતે સામેવાળા વ્યકિતઍ મેહુલભાઈને હમારે સિનિયર અધિકારી આપકો કોલ કરે હોવાનું કહ્નાં હતું ત્યારબાદ થોડીવારમાં અન્ય નંબરથી ફોન આવ્યો હતો અને મેહુલભાઈને સાઈટ ચાલુ કરને કે લીયે આપ આપકે મોબાઈલ પ્લે સ્ટોર મે જાકે ઍનીડેસ્ક ઍપ્લીકેશન ડાઉનલીડો કીજીયે બાદમે જો ૯ ડીજીટ નંબર આતા હે વો મુજે દીજીયે હોવાનુ જણાવ્યું હતું. ત્યારબાદ ઍક રૂપીયાનું ટ્રાન્જેકશન કરના પડેગા બાદમે આપકી સાઈટ ચાલુ હો જાયે કહી ડેબીટ કાર્ડ નંબર અને સીવીવી નંબર માંગ્યો હતો. જે ઍપ્લીકેશનમાં નાંખતા ખાતામાંથી ચાર તબક્કામાં કુલ રૂપિયા ૪૬,૯૯૯ ખાતામાંથી કપાઈ ગયા હતા અને જે અંગેનો મેસેજ આવતા મેહુલભાઈ જોડતા થયા હતા. અને ડેબીટ કાર્ડ બંધ કરાવી દીધો હતો. બનાવ અંગે પોલીસે મેહુલભાઈની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500