રાજય સરકાર દ્વારા કેટલા નિયંત્રણો હળવા કર્યા છે જેમાં હોટલ રેસ્ટોરન્ટને સવારે નવ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી બેસવાની ક્ષમતાના ૫૦ ટકા સાથે ચાલુ રાખવાની પરવાનગી આપતા તેમને મોટી રાહત થઈ છે. અને તેનો અમલ આવતીકાલે તારીખ ૧૧મીથી શરુ થઈ રહી છે. જોકે તે પહેલા જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફાયર સેફ્ટી મામલે હોટલ રેસ્ટોરન્ટ સામે લાલ આંખ કરી તેમનો સપાટો બોલાવ્યો છે. ફાયર વિભાગે વહેલી સવારે ફાયર સેફ્ટીના અભાવે શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં આવેલ ૧૪ હોટલ, ઍક હોસ્પિટલ અને ત્રણ કોમર્શીયલ એકમ મેળી કુલ ૧૮ ઍકમોને સીંલ કર્યા હતા. હોટલ રેસ્ટોરન્ટના સંચાલકો દોડતા થયા છે.
ફાયર વિભાગ દ્વારા અગાઉ નોટિશો આપવા છતાંયે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી નહી કરનાર હોસ્પિટલો સામે સીલીંગની કાર્યવાહી કર્યા બાદ આજે વહેલી સવારે રાંદેર, નોર્થ, સેન્ટ્રલ, વરાછા અને અઠવા ઝોનમાં ૧ હોસ્પિટલ, ૧૪ હોટલ અને ૩ કોમર્શિયલ એકમો મળી કુલ ૧૮ ઍકમોમાં સીલ કરાયા હતાં. પાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ હોટલમાં સુરત રેલવે સ્ટેસન પાસે આવેલ રૂપાળી ગેસ્ટ હાઉસ, શેરે પંજાબ, અમર ગેસ્ટ હાઉસ, હોટલ ડીમ્પલ, કિગ્સ હેરીટેજ, અમર ગેસ્ટ હાઉસ,. ઉધનામાં ઉડીપી, સહિત ૧૪ જેટલી હોટલ સીલ કરી હતી. આ ઉપરાંત વેસુમાં કેનાલ રોડ ખાતે આવેલ કેનાલ વોક શોપર્સની ૬૦ દુકાનો, મરી ગોલ્ડ બેન્કવેટના ૧૪ રૂમો પણ સીલ કર્યા હતા. ફાયર વિભાગ દ્વારા વહેવી સવારે સીલીંગની કામગીરી કરતા હોટલ રેસ્ટોરન્ટના સંચાલકો દોડતા થયા હતા.
સીલ કરાયેલી મિલક્તો
- -હોટલ સતલજ ( ગાયત્રી ચેમ્બર્સ ,આયુર્વેદિક કોલેજ પાછળ, સુમુલ ડેરી રોડ)
- -શંકર ગુજરાતી થાળી( સુરત રેલ્વે સ્ટેશન પાસે)
- -શેરે પંજાબ( ઓમકાર ચેમ્બર્સ, સુરત રેલ્વે સ્ટેશન પાસે)
- -અમર ગેસ્ટ હાઉસ( રેલ્વે ગરનાળા પાસે રેલવે સ્ટેશન)
- -હોટલ સન્માન (સુરત રેલ્વે સ્ટેશન પાસે)
- -રૂપાલી ગેસ્ટ હાઉસ ( રેલ્વે ગરનાળા પાસે સ્ટેશન)
- -રાજ પુરોહિત થાળી ( સુરત રેલ્વે સ્ટેશન પાસે)
- -કિંગ્સ હેરીટેજ હોટલ( લાલ દરવાજા)
- -હોટલ ડીમ્પલ (લાલ દરવાજા)
- -હોટલ આકાશ( ડો પરમ હાઉસ પાસે ,લાલ દરવાજા)
- -જય ચામુંડા હોટલ( ઇચ્છાપોર)
- - ક્રિષ્ના રેસ્ટોરન્ટ, (ઇચ્છાપોર)
- -ઉડીપી રેસ્ટોરન્ટ (ઉધના ત્રણ રસ્તા)
- -જન્નત સ્ક્વેર કોમ્પ્લેક્ષની ૨૦ દુકાન (રંગોળી ચોકડી વેલંજા),
- -ઓરેકલ હોસ્પિલ જન્નત સ્ક્વેર( રંગોળી ચોકડી વેલંજા)
- -ગણેશ રેસ્ટોરેન્ટ, જન્નત સ્ક્વેર(રંગોળી ચોકડી વેલંજા)
- -કેનાલ વોક શોપર્સની ૬૦ દુકાન( કેનાલ રોડ, વેસુ )
- -મેરી ગોલ્ડ બેન્કવેટ જેના ૧૪ રૂમ ( કેનાલ વોક શોપર્સ, કેનાલ રોડ, વેસુ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500