સરથાણા બી.આર.ટી,ઍસ રોડ પાસે શિવમ રેસીડેન્સીમાં રહેતા લેસપટ્ટીના કારખાનેદારની પત્ની પાસેથી તેની સંબંધીઍ વતનમાં લગ્નમાં તેની પત્નીને પહેરવા માટે રૂપિયા ૨.૫૦ લાખની કિંમતના દાગીના લીધા બાદ બારોબાર દાગીના આઈ.આઈ.ઍફ,ઍલ બેન્કમાં ગીરવે મુકી લોન મેળવી દાગીના પરત નહી આપી વતન ભાગી જઈ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોધાઈ છે.
સરથાણા પોલીસના જણાવ્યા મુજબ સરથાણા રાધે પાર્કની બાજુમાં શિવમ રેસીડેન્સીમાં રહેતા દિવ્યાબેન રણછોડભાઈ નાવડીયા (ઉ.વ.૪૯)નો પતિ લેસપટ્ટી બનાવવાનું કારખાનું ધરાવે છે. દિવ્યાબેન સન ૨૦૧૯માં સરથાણા વ્રજચોક રેસીડેન્સીમાં રહેતા હતા તે વખતે ફેબ્રુઆરી મહિનામાં તેમના સંબંધી નિરજ રમેશ ભુવા (રહે,ભગવાન નગર વ્રજચોક સરથાણા) અને મામાનો દીકરો હાર્દિક હિરપરા ઘરે આવ્યા હતા. નિરજે વતનમાં સંબંધીના લગન્ પ્રસંગ છે જેથી લગન્ પ્રસંગમાં જવાનું હોવાથી દાગીનાના જરૂર હોવાનુ કહેતા દિવ્યાબેનને તેમને લગ્નમાં કરીયાવરમાં મળેલા દાગીના પાટલાની બંગડીનો સેટ જેનું વજન ૮૧.૨૦ ગ્રામ, પેન્ડલ બુટ્ટી જેનુ વજન ૧૦.૩૪૮ ગ્રામ, નેકલેશ નંગ-૧ જેનું વજન ૩૯.૯૦ ગ્રામ, બુટ્ટી નંગ-૨ જેનુ વજન ૫.૮ ગ્રામ અને મંગળસુત્ર જેનું વજન ૪૫.૪૦ ગ્રામ મળી કુલ રૂપિયા ૨.૫૦ લાખની કિંમતના ૧૮૨.૬૪૭ ગ્રામ દાગીના આપ્યા હતા.
ત્યારબાદ દિવ્યાબેનને ખબર પડી કે નિરજ ભુવાની પત્ની જાગુબેન ગામડે થી આવી ગઈ છે. જેથી નિરજને ફોન કરી દાગીના પરત આપી જવા માટે કહેતા નિરજે થોડા દિવસ પછી આવી દાગીના આપી જઈશ હોવાનુ કહ્નાં હતું. તેમ છતાં દાગીના પરત આપી નહી આપી જતા દિવ્યાબેને ફરી પાંચેક દિવસ પછી ફોન કરી દાગીનાનું પુછતા મારે નિરજે મારે પૈસાની જરૂર હોવાથી દાગીના રાઈઝોન પ્લાઝામાં આવેલ આઈ,આઈ.ઍફ,ઍલ, બેન્કમાં ગીરવે મુકી હિતેશ ભુવાના નામે લોન લીધી છે.
દિવ્યાબેને અવાર નવાર નિરજ અને હિતેશને ફોન કરી દાગીના આપી જવાનું કહેતા છતાંયે દાગીના નહી આપી નિરજ ભુવા અને તેનો ભાઈ હિતેશ ભુવા તેમના વતન પીપળીયા ગામ ગોડલ રાજકોટ નાસી જઈ છેતરપિંડી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500