ભટાર રોડ ઓમકાર પ્લાઝામાં આવેલ ગૌત્તમ ગોલ્ડ જવેલર્સના માલીકે અંબાજી રોડ ખંભાતનો ખાંચો ખાતે રહેતા બંગાળી સોનીને રૂપિયા ૬ લાખની કિંમતનો ૧૩૩ ગ્રામ સોનાના કાચોમાલ દાગીના બનાવવા માટે આપ્યો હતો જોકે બંગાળી કારીગરે દાગીના બનાવી નહી આપી કે સોનું લઈને વતન ભાગી ગયો હતો. બંગાળી કારીગરે પરત આવવાનો ગલ્લા તલ્લા કરતા સોનીને ખ્યાલ આવી ગયો કે કારીગરે તેની સાથે છેતરપિંરી છે જેથી ગઈકાલે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
બનાવ અંગે ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર રોડ અંજની આર્કેટ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના ઉદેપુરના લલીતભાઈ રૂપલાલ જૈન (ઉ.વ.૪૩) ભટાર રોડ ઓમકાર પ્લાઝામાં ગૌત્તમ ગોલ્ડ જવેલર્સના નામે દુકાન ધરાવે છે. લલીતભાઈ તેમની દુકાનની કોઈ પણ દાગીના અંબાજી રોડ ચૌર્યાસી ડેરીની પાછળ ખંભાતનો ખાંચો સોની કોમ્પ્લેક્ષમાં રહેતા બંગાળી કારીગર ઈમરાન કેરામતઅલી મુલ્લાને બનાવવા માટે આપતો હતો જેથી તેના ઉપર વિશ્વાસ હતો.
દરમિયાન લલીતભાઈઍ ગત તા.૩જી સપ્ટેમ્બરના રોજ ઈમરાન મુલ્લાને ૧૩૩ ગ્રામ સોનાના કાચોમાલ દાગીના બનાવવા માટે આપ્યો હતો. સમય જતા લલીતભાઈએ દાગીના માંગતા શરુઆતમાં ઈમરાને બનાવી આપુ હોવાનુ કહી સમયપસાર કર્યા બાદ દાગીના બનાવી પરત નહી આપી ઘર ખાલી કરી વતન ભાગી ગયો હતો. લલીત જૈન દ્વારા ફોન કરતા ઈમરાન લોકડાઉન પછી સુરત આવી દાગીના બનાવી આપવાનુ કહી ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યો હતો. જોકે હવે લોકડાઉન પણ ખુલી ગયુ છે અને તમામ વેપારી ધંધા પણ શરુ થઈ ગયા હોવા છતાંયે ઈમરાન મુલ્લા પરત નહી આવતા લલીતભાઈ જૈનને ખ્યાલ આવી ગયો કે ઈમરાન મુલ્લાએ તેની સાથે છેતરપિંડી કરી છે. પોલીસે લલીત જૈનની ફરિયાદ લઈ બંગાળી કારીગર ઈમરાન મુલ્લા સામે ગુનો નોધી તપાસ શરુ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500