અમરોલી વિસ્તારમાં રહેતા ૨૯ વર્ષીય ત્યગતા યુવતીને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ લગ્ન કરવાની લાલચ અને વિશ્વાસ આપી અવાર નવાર તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર કર્યા બાદ મારઝુડ કરી ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
અમરોલી પોલીસના જણાવ્યા મુજબ કોસાડ આવાસ પાસે સરદારનગરમાં રહેતા અનીલ કાળુ માંગુકીયાએ તેના જ વિસ્તારમાં રહેતા ૨૯ વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યગતા યુવતીને અનીલે તેની સાથે લગ્ન કરવાનો વિશ્વાસ અને ભરોસો આપી ગત તા.૧૦ સપ્ટેમ્બરથી અવાર નવાર તેની મરજી વિરુધ્ધ બળાત્કાર કર્યો હતો તેમજ તેની સાથે મારઝુડ કરી ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે યુવતીની ફરિયાદ લઈ પોલીસે અનીલ માંગુકીયા સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application