વેસુ સગુન હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે રહેતા માથાભારે જમીન દલાલ વિપલ ટેલર રવિવારે રાત્રે વેસુ કેનાલ રોડ આગમ સ્કેવર પાસે સિગારેટ પીવા માટે ગયો હતો તે વખતે બે મોપેટ ઉપર આવેલા ચાર અજાણ્યાઓઍ તેના ઉપર હુમલો કર્યો હતો તેમજ મોપેટ ઉપર અપહરણ કરી અંબાનગર ખાતે લઈ જઈ ફરીથી ઢોર મારમાર્યો હતો જાકે તે સમયે લોકો ભેગા થઈ જતા અજાણ્યા હુમલાખોરોઍ વિપલને આજે તો તુ બચી ગયો આજ પછી સુરતમાં દેખાશે તો જાનથી મારી નાંખીશ હોવાની ધમકી આપી નાસી ગયા હતા. પોલીસે વિપલ ટેલરની ફરિયાદ લઈ ચાર અજાણ્યાઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઉમરા પોલીસના જણાવ્યા મુજબ વેસુ સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતા વિપલ મનીષ ટેલર (ઉ.વ.૨૬) છેલ્લા ત્રણેય વર્ષથી તેના માતા-પિતાથી અલગ રહી જમીન દલાલીનું કામકાજ કરે છે અને નવેક મહિનાથી તેની ગર્લફ્રેન્ડ રુકશાર ઉર્ફે રીયા રાજપુત સાથે રહે છે. અને હાલમાં ત્રણેક દિવસથી વેસુ સગુન હોટલમાં રહે છે. વિપલ ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યે જમ્યા બાદ સિગારેડ પીવા માટે મોપેટ લઈને વેસુ આગમ સ્કેવર ખાતે આવેલ દુબે પાન સેન્ટર ઉપર ગયો હતો તે વખતે તેની ગર્લફ્રેન્ડ રીયા રાજપુતનો ફોન આવતા તેની સાથે વાતચીત કરતો હતો તે દરમિયાન બે મોપેટ ઉપર આવેલા ચાર અજાણ્યાઓઍ તેની પાસે આવી કઈ પણ પુછ્યા વગર તેના ઉપર હુમલો કરી માર મારવા લાગ્યા હતા.
જેથી વિપલે શુ કામ મારો છો તેમ પુછતા ગાળાગાળી કરી ઍક જણાઍ હાથનું કડું કાઠીને મોઢાના હોઠના ભાગે મારતા લોહી નિકળવા લાગ્યું હતું વિપલે પોતાનો બચાવ કરવા માટે તેની પાસેનુ પેપર સ્પ્રે અજાણ્યાઓ ઉપર છાટ્તા તેઓ વધારે ઉશ્કેરાઈને દાઢીના ભાગે ધારદાર વસ્તુ માયું હતું. ત્યારબાદ મોપેટ ઉપર બળજબરી પુર્વક બેસાડી અપહરણ કરી આગમ સ્કેવરથી કેનાલ રોડ થઈ અંબાનગર લઈ ગયા હતા અને ત્યાં ફરીથી ગડદા પાટુનો તથા ઢીકમુક્કીનો મારમાર્યો હતો.
લોકો ભેગા થઈ જતા આરોપીઓઍ આજે તો તુ બચી ગયો આજ પછી સુરતમાં દેખાશે તો તને જાનથી મારી નાંખી તેમ ધમકી આપી નાસી ગયા હતા. વિપલ ત્યાંથી મેઈન રોડ પર આવી રીક્ષામાં બેસી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ગયો હતો. પોલીસે વિપલની ફરિયાદ લઈ ચારેક અજાણ્યાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અત્રેઉલ્લેખનીય છે કે વિપલ ટેલર સામે અગાઉ મારમારી, ધાતક હથિયાર સહિતના અનેક ગુનાઓ પોલીસમાં નોધાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500