Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડિંડોલીંમાં છોડ આને કેમ મારે છે તેમ કહેવા ગયેલા પિતાની પુત્રએ ચપ્પુ મારી હત્યા કરી

  • December 22, 2020 

ડિંડોલી સી.આર.પાટીલ રોડ સાંઈ પોઈન્ટ પાસે પુત્રઍ પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. હત્યારા પુત્ર તેની પત્નીને મારતો હોવાથી મોટોભાઈ તેને કેમ મારે છે હોવાનું કહેતા તેની સાથે ઝઘડો કરી ચપ્પુ મારવા જતા પિતા છોડાવા માટે વચ્ચે પડી છોડ આને કેમ મારે છે કહી ધક્કો મારતા ઉશ્કેરાઈને ચપ્પુ મારી હત્યા કરી હતી.

 

 

 

ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ સી.આર.પાટીલ રોડ સાંઈ પોઈન્ટ પાસે નવો હળપતિવાસમાં રહેતા મહાદેવ મનોજભાઈ રાઠોડ (ઉ.વ.૨૨) છુટક મજુરી કામ કરે છે. ગઈકાલે મોડી સાંજે સાડા છ વાગ્યાના આરસામાં મહાદેવનો નાનો ભાઈ મહેન્દ્ર રાઠોડ તેની પત્નીને મારતો હોવાથી તેને કેમ મારે છે તેમ કહેતા મહેન્દ્ર ઉશ્કેરાયો હતો અને તેનાભાઈ મહાદેવ સાથે ઝઘડો કરી ચપ્પુ કાઢી તેને મારવા માટે દોડ્યો હતો તે વખતે તેના પિતા મનોજભાઈ, મહોલ્લાના મિત્રો તેમજ ઓળખીતાઓ વચ્ચે પડ્યા હતા.

 

 

મનોજભાઈઍ પુત્ર મહેન્દ્રને ધક્કો મારી આને કેમ મારે છે હોવાનુ કહેતા તે ઉશ્કેરાયો હતો અને પિતા મનોજભાઈને હાથના ભાગે ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા પહોચાડી હત્યા કરી હતી. બનાવ અંગે પોલીસે મહાદેવની ફરિયાદ લઈ મહેન્દ્ર સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News