Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આર્દશ માર્કેટના વેપારી પાસે ઍડવાન્સમાં રૂ. ૬૫.૪૭ લાખ મેળવી માલ નહી મોકલી સક્કઈ દમ્પતિ દ્વારા ઠગાઈ

  • November 06, 2020 

રિંગરોડ આદર્શ માર્કેટમાં ઍચ.યુ.ઍફ અને ચંચલ ફેશનના નામે ધંધો કરતા વેપારીને ઍડવાન્સમાં પેમેન્ટ કરશો તો બજાર ભાવ કરતા ૫ ટકા ઓછા ભાવે માલ આપવાની લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધા બાદ કર્ક ઈમ્પેક્ષના સક્કઈ દમ્પતિઍ માલના ઍડવાન્સ પેટે કુલ રૂપિયા ૬૫.૪૭ લાખ મેળવી લીધા બાદ ઓર્ડર મુજબ માલની નહી મોકલી ઉપરથી વેપારીએ પેમેન્ટની ઉઘરાણી કરતા ગાળાગાળી કરી રૂપિયા આપવાના નથી તારે થાય તે કરી લેવાની ધમકી આપી છેતરપિંડી કરી હતી.

 

 

સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ  વેસુ નંદનવન ઍપાર્ટમેન્ટમાં રહેતા પ્રમોદકુમાર મહેશચંદ્ર જૈન (ઉ.વ. ૬૬) રિંગરોડ આદર્શ માર્કેટમાં દુકાન નં- ૧૦૮૭માં  ઍચ.યુ.ઍફ તથા ચંચલ ફેશનના નામથી સાડીનો વેપાર ધંધો કરે છે. પ્રમોદકુમારની દુકાનમાં સન ૨૦૧૪-૧૫માં બેગમપુરા દુધારા શેરી ખાતે રહેતા પરીમલ મુલચંદ સક્કઈ અને તેના પત્તી બિનિતાબેન આવ્યા હતા. અને પોતે પાંડેસરા ભીડભંજન ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં કર્ક ઈમ્પેક્ષના નામથી યાર્ન પ્રોસેસીંગ કરી ગ્રે કાપડ બનાવી તેનું વેચાણ કરવાનું કામકાજ કરીયે છે. 

 

 

સક્કઈ દમ્પતિઍ પ્રમોદકુમારને તેમની પાસેથી ઍડવાન્સમાં રૂપીયા આપી માલ ખરીદશો તો બજાર ભાવથી ૫ ટકા ઓછા ભાવથી માલ આપીશુ હોવાનૂ કહી લલચામણી અને લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધો હતો. પ્રમોદકુમારે ઍડવાન્સમાં પેમેન્ટ આપી ગ્રે કાપડ ખરીદતા હતા. પ્રમોદકુમારે ઍિ­લ.૨૦૧૭માં ગ્રે કાપડ ખરીદવા માટે ઓર્ડર આપ્યો હતો અને ઓર્ડરના માલ પેટે ઍડવાન્સમાં ઍચ.યુ.ઍફ નામના ઍકાઉન્ટમાંથી ગત તા ૧૦મી ઍિ­લથી ૨૬ જુલાઈ ૨૦૧૭ દરમ્યાન અલગ અલગ રકમના આર.ટી.જી.ઍસ મારફતે કુલ રૂપિયા ૨૯,૨૫,૮૬૬ અને ચંચલ ફેશન પેઢીમાંથી આર.ટી.જી.ઍસ મારફતે ગત તા ૧૩મી ઍિ­લથી ૩મી ઓગસ્ટ ૨૦૧૭ દરમિયાન રૂપિયા ૩૬,૨૧,૩૨૭ મળી કુલ રૂપિયા ૬૫,૪૭,૧૯૩નું ઍડવાન્સ પેમેન્ટ ચુકવ્યું હતું.

 

 

ઍડવાન્સમાં પેમેન્ટ આપવા છતાંય સક્કઈ દમ્પતિઍ ઓર્ડરનો માલ મોકલ્યો ન હતો. જેથી પ્રમોદકુમારે અવાર નવાર માલ મોકલી આપવા માટે જણાવતા આરોપી સકકઈ દમ્પતિઍ કોઈના કોઈ બહાના કાઢી સમયપસાર કર્યો હતો. આખરે પ્રમોદકુમારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરતા તેમની કર્ક ઈમ્પેક્ષ પેઢીના નામ ચેક આપ્યા હતા જે ચેક પ્રમોદકુમારે તેમના બેન્ક ઍકાઉન્ટમાં જમા કરાવતા અપુરતા નાણાભંડોળના શેરા સાથે રિટર્ન થયા હતા. તેમજ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ હતુ. દરમિયાન અઠવાડિયા અગાઉ માર્કેટમાં પરિમલ સકકઈ મળતા તેમની પાસે પેમેન્ટની ઉઘરાણી કરતા ઉશ્કેરાઈને ગાળાગાળી કરી રૂપીયા આપવાના નથી તારે થાય તે કરી લે અને આજ પછી રૂપિયા માંગ્યા તો તને જાનતીમારી નાંખીશ તેવી ધમકી આપી હતી.પોલીસે પ્રમોદકુમા્રની ફરિયાદ લઈ સક્કઈ દમ્પતિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application