કાપોદ્રામાં આવેલ ત્રણ ટોબેકોના વેપારીને તેમના બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો મહાઠગબાજ અમીત હિરપરાઍ બોગસ મેસેજ બતાવી કુલ રૂપીયા ૧.૩૫ લાખનો ટોબેકોનો માલ ખરીદી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.
મોટા વરાછા ઉત્રાણ સેન્ટોસા હાઈટ્સમાં રહેતા મૂળ અમરેલીના ધારી તાલુકાના સંજયભાઈ હીમંતભાઈ હિરપરા (ઉ.વ.૩૩) છેલ્લા બાર વર્ષથી સક્રતા સોસાયટીમાં અજય ટોબેકો નામથી ટોબેકોનો ધંધો કરે છે. સંજયભાઈ ગત તા ૨૩મી સપ્ટેમ્બરના રોજ દુકાને હતા તે વખતે પોણા બારેક વાગ્યાના આરસામાં અમીત ભરત હિરપરા (રહે, સૌરાષ્ટ્ર ટાઉનશીપ સુદામા ચોક મોટા વરાછા) નામનો યુવક દુકાને આવ્યો હતો અને સંજયભાઈને તમે ગુગલ પે કે ફોન પે વાપરો છો ?
સંજયભાઈઍ ના પાડતા તેણે મારે ટોબેકોનો માલ વધારે લેવાનો છે હું તમને બેન્ક ઍકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઉં પછી માલ આપજા હોવાનુ કહેતા સંજયભાઈે માલ આપવાની હા પાડતા અમીતે બાગબાન ૧૩૮ જમ્બોની તમ્બાકુ પડીકીના ૧૪ બોક્સ ખરીદી તેનું બિલ રૂપિયા ૩૫,૦૧૪ થયુ હતું તે સંજયભાઈના વરાછા બેન્કના ઍકાઉન્ટમાં આઈઍફસી કોડ અપ્યો હતો અમીતે ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનો મેસેજ મોકલ્યો હતો.
જેથી સંજયભાઈને ખાતામાં પૈસા જમા થઈ ગયા હોવાનુ સમજી અમીતને માલ આપ્યો હતો ત્યારબાદ સંજયભાઈ બેન્કમાં તપાસ કરવા ગયા ત્યારે ખાતામાં કોઈ પૈસા જમા થયા નથી અને મેસેજ બેન્કનો નહી પરંતુ ટેક્સ મેસેજ હોવાનુ બહાર આવ્યું હતું.
તપાસ કરતા સંજયભાઈને ખબર પડી કે ઠગબાજ અમીત તેમના ઉપરાંત કાપોદ્રા ચંચળનગરમાં વિરલ ટ્રેડીંગ દુકાનના માલીક જયેશ સુતરીયાને ત્યાંથી રૂપિયા ૩૮,૮૦૦નો ટોબેકોનો, કાપોદ્રા રવિપાર્ક સોસાયટીમાં રામેવ કુપા ટોબેકો દુકાનમાં માલીક પીન્ટુ પાનસુરીયાને ત્યાંથી રૂપિયા ૪૭,૪૫૪નો અને કાપોદ્રા ધરમનગર રોડ કોહીનુર ટોબેકોની દુકાનમાંથી રૂપિયા ૧૨,૭૫૦નો માલ ખરીદી આ રીતે બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યાનો બોગસ મેસેજ બતાવી કુલ રૂપિયા ૧,૩૫,૪૫૪ની છેતરપિંડી કરી હતી,
બનાવ અગે પોલીસે અમીત હિરપરા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500