જિલ્લા વિકાસ અધિકારી બી.કે. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિનની મળેલી બેઠકમાં વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નોના રજુ થયા હતા. પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્ય તેમના મત વિસ્તારમાં આવતા નવા રેશન કાર્ડ બનવવાની કામગીરી ઝડપી બને માટે કામગીરીમાં યોગ્ય કર્મચારીઓનો વધારો કરીને રેશન કાર્ડની કામગીરી ઝડપી કરવા રજુઆત કરી હતી. જયારે બીજા ધારાસભ્ય તેમના વિસ્તારના રેલવે યાર્ડમાં જતી વેગનો અને વિદ્યાર્થીઓની અવરજવર માટે તુરંત સમય મર્યાદાની ગોઠવણી કરવી જેથી અકસ્માતો નિવારી શકાય. તેમજ ધારાસભ્યએ એમના વિસ્તારમાં કંપનીઓમાંથી ઉડતા ધૂમાડાને કારણે થતા પ્રદૂષણ મુદ્દે રજૂઆત કરી હતી.
ધારાસભ્યએ એમના વિસ્તારના પ્રજાના પ્રશ્નો સમસ્યાનો રજૂઆત કરી હતી અને ધારાસભ્યએ મેટ્રો ટ્રેનની કામગીરીને કારણે રસ્તાઓ નાના થઈ ગયા છે અને રસ્તાઓ પર દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી હોવાનું જણાવીને તત્કાલ નિરાકરણ લાવવાની રજુઆત કરી હતી. આ ઉપરાંત રિવરફ્રન્ટની કામગીરી ઝડપી કાર્યવાહી કરવા જરૂરી સૂચનો કર્યા હતા. ધારાસભ્યએ તેમના વિસ્તારમાં મિલોના ભૂંગળાઓમાંથી બહાર ઉડીને આવતી રાખ ઉડીને રહેણાંક વિસ્તારમાં પડે છે તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવીને આવી મિલો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક પગલા લેવામાં આવે તેવી રજુઆત કરી હતી. આજની બેઠક રેલ્વેના લગતા પ્રશ્નો, ઉર્જા, વીજપ્રવાહ, માર્ગ મકાન વિભાગ, જમીનને લગતા વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા થઈ હતી અને નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ પોલ્યુશન કંટ્રોલબોર્ડ, રેલ્વે વિભાગ, સુરત મહાનગરપાલિકા, સીટી સર્વે, માર્ગ મકાન વિભાગ પંચાયત, દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિભાગના અધિકારીઓને પ્રશ્નના તુરંત નિરાકરણ માટેની સુચનાઓ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500