રાજ્યમાં કોરોના મહામારી ઉપરાંર્ત મ્યુકરમાઈક્રોસિસ મહામારી કહેર વરતાવી રહી છે તે વચ્ચે હજી પણ ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આજે લોકો વિકાસ કરતા આરોગ્ય સેવાને વધુ મહત્વ ગણી રહ્યા છે. જેથી લોકો ઈચ્છી રહ્યા છે કે સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સારી સુવિધા જોઈએ. બીજી લહેરમાં લોકોને દરબદર ભટકવાની નોબત આવી હતી. આવી સ્થિતિમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ૫૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્રો અપગ્રેડ કરવા જરૂરી થઈ પડ્યા હોવાની વ્યાપક ચર્ચા પ્રબુદ્ધ નાગરિકોમાં ઉઠવા પામી છે.
વધુ વિગતો મુજબ સુરત જિલ્લામાં આરોગ્યની સેવા લાંબા સમયથી ખાડે જઈ રહી છે. ઉમરપાડા, માંડવી, માંગરોળ, મહુવા સહિતના વિસ્તારોમાં અકસ્માત જેવી મોટી ઘટનાઓમાં નાછૂટકે લોકોને સુરત સુધી ધક્કા ખાવા પડે છે. જિલ્લામાંહજારો ફેક્ટરીઓ તેમજ નેશનલ હાઈવેના કારણે દરરોજ અકસ્માતો થાય છે. પણ આ વિસ્તારોમાં અકસ્માતની ઘટનામાં અસરગ્રસ્તોને માત્ર પ્રાથમિક સારવારના નામે પાટાપિંડી કરી દેવાઈ છે બાદમાં સુરત મોકલી દેવાય છે. આ તો માત્ર સામાન્ય દિવસોની વાત થઈ. કોરોના મહામારીમાં પણ આવી જ સ્થિતિ છે. દરેક તાલુકામાં આરોગ્ય સેવાના નામે કોવિડ કેર સેન્ટરો ચાલુ કરવામાં આવ્યા હતા તેમાંપણ માત્ર દર્દીની સાર-સંભાળ લેવામાં આવતી હતી. તેવામાં પણ દર્દી ક્રીટીકલ બને તો સુરતનો ધક્કો ખાવાની નોબત આવી હતી. આવા દૃશ્યો બીજી લહેરમાં પ્રકાશમાં આવ્યા હતા. અને હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સોની કતારો લાગી હતી. ૨૩ લાખની વસતિ ધરાવતા સુરત જિલ્લામાં ૯ તાલુકા, ૪ નગરપાલિકા, ૫૪૭ ગ્રામ પંચાયત હોવા છતાંયે આરોગ્ય સેવાના નામે માત્ર સુરતની નવી સિવિલ હોસ્પિટલ છે જ્યારે સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માંડવી અને બારડોલી ખાતે આવેલી છે પરંતુ જરૂરી સાધનોનો અભાવ હોવાનું જાણવા મળે છે.
જિલ્લામાં નવે નવ તાલુકામાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાના નામે ચાર દિવાલ અને બે ચાર સાધનો હોય છે. દરેક આરોગ્ય કેન્દ્રોમાં નિષ્ણાંત તબીબ જેમકે મેડિકલ ઓફિસર, આયુષ્ય ઓફિસર, પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ સહિતનું માનવ બળ જોઈએ તેમજ ભૌતિક સગવડોમાં અલાયદો વોર્ડ,ઓક્સિજનની પાઈપો વેન્ટિલેટર, ઈન્જેક્શન, પૂરતી દવાઓનો સ્ટોક, કોલ્ડ સ્ટોરેજ, જનરેટર, એમ્બ્યુલન્સ સહિતની વસ્તુઓ હોય તો જ ગંભીર મહામારી સામે સ્થાનિક લોકોને સારવાર મળી શકે તેમ છે. બીજી તરફ જિલ્લામાં એક માત્ર ઉમરપાડા તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસરની રેગ્યુલર પોસ્ટ ભરાયેલી છે જ્યારે અન્ય ૮ તાલુકાઓમાં તાલુકા હેલ્થ ઓફિસર વિના રામ ભરોસે રગાસીયુ ગાડું ચલાવવામાં આવી રહી છે. જે જગાઓ પણ ભરવી જરૂરી હોવાનું પ્રબુદ્ધ નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
દિલ્હી લેવલે સુરતનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ સાંસદો છે આ સાંસદોએ કેન્દ્રમાંથી સુરત જિલ્લામાં આરોગ્ય સેવા સુધારવા ગ્રાન્ટ મંર્જૂરી કરાવવી જોઈએ. નવસારીના સાંસદ સી.આર. પાટીલનો અડધો મત વિસ્તાર સુરતનો છે. અને તેઓ પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ છે ત્યારે તેઓએ વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરી ઔદ્યોગિક નગરી સુરતમાં એઈમ્સ જેવી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી જજોઈએ. રૂપાણી સરકાર દોઢ વર્ષથી કોરોના સામે લડી રહી છે. સરકારે કોરોનાને ડામવા તમામ પ્રયાસો કર્યા છે ત્યારે સુરત જિલ્લાના તમામ ધારાસભ્યો પોતાને મળવા પાત્ર ગ્રાન્ટ અન્ય કામોમાં વાપરવાને બદલે મત વિસ્તારમાં આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવા જરૂરી છે. સરકારી ગ્રાન્ટ પર આત્મનિભર બનતા સદસ્યોએ પોતાના ઘરના રૂપિયા પણ વાપરી પોતાના મત વિસ્તારનું ૠણ ચૂકવવું જોઈએ.
એક સમયે સરકારી દવાખાનાઓથી દૂર ભાગતા લોકો આજે રસી લેવા માટે સરકારી કેન્દ્રોમાં દોડાદોડી કરી રહ્યા છે ખાસ વાત તો એ છે કે અમુક લોકોએ ગામડાઓમાં સરકારી દવાખાના જોયા જ ન હતા તેવા વ્યક્તિઓ આજે શહેરના રસીકરણ કેન્દ્ર પર દિવસો સુધી રાહ જોયા બાદ વારો ન આવતા રસી લગાવવા ગામડાઓમાં દોડ મુકી રહ્યા છે. સારી સુવિધાની અપેક્ષા રાખતા ધનિકો સરકારી દવાખાનાથી મોઢું ફેરવવાના બદલે સરકારી સેવાઓ વધુને વધુ સદ્ધદ બને એમાં સહભાગી બને તે જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024