Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત: અર્ચના ખાડી બ્રિજ 19 માર્ચથી 15 એપ્રિલ સુધી બંધ રહેશે! જાણો કારણ અને વિકલ્પ અંગેની માહિતી

  • March 08, 2023 

સુરતમાં અર્ચના ફ્લાયઓવર બ્રિજ નીચે આવેલા અર્ચના ખાડી બ્રિજને તોડી તેની જગ્યાએ ખાસ પ્રકારની આરસીસી વોલ તરીકેનું માળખું તૈયાર કરવા માટેની કામગીરી શહેરના કોર્પોરેશનના એન્વાયરમેન્ટ ઈમ્પ્રૂવમેન્ટ એન્ડ કન્ઝર્વેશન સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. આથી અર્ચના ખાડી બ્રિજ 19 માર્ચથી 15 એપ્રિલ સુધી તમામ પ્રકારના વાહન અને રાહદારીઓની અવરજવર માટે બંધ રહેશે.


આ રીતે જઈ શકાશે!


મીડિયા રિપોર્ટ મુજબ, 9 માર્ચ 2023થી 15 એપ્રિલ 2023 દરમિયાન 36 દિવસ સુધી બોમ્બે માર્કેટ, ખાડી ફળીયા તથા ઈશ્વરકૃપા રોડ તરફથી આઈ માતા રોડથી સુરત-બારડોલી રોડ તરફ જતા તમામ પ્રકારના વાહન અને રાહદારીઓએ સીતાનગર ચાર રસ્તાથી અર્ચના ફ્લાય ઓવરબ્રિજ થઈને સુરત-બારડોલી રોડનો ઉપયોગ કરવાનો રહેશે.


ઉપરાંત, સુરત-બારડોલી રોડ તરફ જવા માટે બોમ્બે માર્કેટ રોડ થઈ છત્રપતિ શિવાજી સ્ટેચ્યૂ થઈને પણ જઈ શકાશે. જ્યારે સ્વામિનારાયણ સોસાયટીથી સરિતાવિહાર સોસાયટી થઈને સુરત-બારડોલી રોડ અને આઈમાતા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.સીતાનગર ચોકથી અને આઈમાતા રોડથી બોમ્બે માર્કેટ તરફ જતાં વાહનચાલકોએ અર્ચના ફલાયઓવર થઈ બોમ્બે માર્કેટ જતાં રોડનો ઉપયોગ કરવાનો રહેશે.


આ સિવાય સુરત-બારડોલી રોડને આઈ માતા રોડ થઈને બોમ્બે માર્કેટ જતાં વાહન ચાલકોએ છત્રપતિ શિવાજી સ્ટેચ્યૂ થઈને બોમ્બે માર્કેટનો ઉપયોગ કરવાનો રહેશે. માહિતી મુજબ, સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર માટે બ્રિજને ફરી ખોલવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application