Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યાજના ૧૩ લાખની સામે ફાયનાન્સરે ફાર્મ હાઉસ અને બે લકઝરીયસ કાર પડાવી, પોલીસ તપાસ શરૂ

  • November 27, 2020 

સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઓફિસ ધરાવતા રિયલ ઍસ્ટેટ બ્રોકરે વ્યાજે લીધેલા રૂપિયા ૧૩ લાખ પાંચ ટકા વ્યાજ સાથે ચુકવી દીધા હોવા છતાંયે માથાભારે ફાયનાન્સરે સિક્યુરીટી પેટે મુકેલ ફોરચ્યુનર, બ્રેજા ગાડી અને વાલીયા ખાતે આવેલ ૩૨ લાખની કિંમતનો ફાર્મ હાઉસ પચાવી પાડ્યું હતું તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે ઍસ્ટેટ બ્રોકરની ફરિયાદને આધારે ફાયનાન્સર સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

 

સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ સરથાણા જકાતનાકા શિવાંતા પેલેસ ઓમકારા બિલ્ડિંગમાં રહેતા નિકુંજ મનસુખભાઈ રાણપરીયા રીંગરોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે ઓફિસ રાખી જમીન મકાનની દલાલીનું કામકાજ કરે છે. નિકુંજભાઈની દોઢ વર્ષ અગાઉ ફાઈનાન્સનું કામ કરતા લાલજી દેસાઈ સાથે પરિચય થયો હતો. દરમિયાન નિકુંજભાઈને ધંધા માટે ધંધા માટે પૈસાની જરૂરીયાત પડતા ડિસેમ્બર ૨૦૧૯માં ફાયનાન્સર લાલજી સવજી દેસાઈ (રહે, મેરીગોલ્ડ સરથાણા જકાતનાકા) પાસેથી પાંચ ટકાના વ્યાજે બે તબક્કામાં કુલ રૂપિયા ૧૩ લાખ લીધા હતા. જેના સિક્યુરીટી પેટે નિકુંજભાઈએ તેની ફોરચ્યુનર અને બ્રેજા ગાડી ગીરવે મુકી હતી. નિકુંજભાઈ દર મહિને રૂપિયા ૬૫ હજાર વ્યાજ ચુકવતો હતો. ત્યારબાદ લાલજી દેસાઈ એકાએક પૈસાની ઉઘરાણી કરવા લાગ્યા હતા અને વ્યાજમાં થોડુ મોડુ થાય તો પેનલ્ટી માંગતા હતા.

 

 

 

જેથી નિકુંજભાઈએ થોડો સમય માંગતા લાલજીએ સિક્યુરીટી પેટે કોઈ મિલ્કત જમા કરવા માટે કહેતા ભરુચના વાલીયા ખાતે રોયલ વિલેજમાં આવેલ રૂપિયા ૩૨ લાખની કિંમતનો ફાર્મ હાઉસ બતાવ્યો હતો ત્યારે લાલજી દેસાઈએ ફાર્મ હાઉસનો દસ્તાવેજ કરી આ્પો તેની સામે ગીરવે મુકેલી બંને ગાડીઓ પરત આપી દેવાનું અને તે ઉપરથી વ્હાઈટના રૂપિયા આપવાના થશે તે બેન્ક ટ્રાન્સફરથી આપી દેવા અને તે પૈસા પરત આપી દેવાનુ નક્કી કરતા નિકુંજભાઈએ ફાર્મ હાઉસનો દસ્તાવેજ બનાવી આપ્યો હતો અને નક્કી કરેલ મુજબ લાલજીઍ રીપિયા ૨.૨૨ લાખ બેન્કમાં ટ્રાન્સફર કર્યા હતા અને બાદમાં આ પૈસા નિકુંજભાઈઍ પરત તેમના ઍકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ્યા બાદ ગીરવી મુકેલ ગાડીઓની માંગણી કરતા લાલજીઍ ગાડી અન્ય જગ્યાઍ જમા કરાવી છે ત્યાંથી છોડાવ્યા બાદ આપવાનું કહી ગાડી પરત આપી ન હતા અને માંગણી કરતા ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 

 

 

નિકુંજભાઈ પાસેથી ફાયનાન્સર લાલજી દેસાઈએ ૧૩ લાખની સામે બે ગાડી અને ફાર્મ હાઉસ મળી કુલ રૂપિયા ૪૯ લાખની પ્રોપટી લખાવી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પોલીસે નિકુંજ રાણપરીયાની ફરિયાદ લઈ ફાયનાન્સર લાલજી દેસાઈ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application