Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Surat: એલપીજી ગેસ સિલિન્ડર ભરેલ ટ્રકને નડ્યો અકસ્માત

  • October 17, 2023 

સુરતમાં હજીરા-મગદલ્લા રોડ પર એક મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ છે. હકીકતે અહીં 178 LPG ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકને અકસ્માત નડ્યો હતો. સદ્નસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને જાનહાનિની કોઈ પણ ઘટના બનવા પામી નહોતી.


સુરતમાં એક દુર્ઘટનામાં 178 ગેસ બાટલા ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. આ બનાવની વિગતો પ્રમાણે કારચાલકને બચાવવા જતા ટ્રકને અકસ્માત નડ્યો હોવાની જાણકારી સામે આવી છે. સુરતના હજીરા-મગદલ્લા રોડ પર આ બનાવ બનવા પામ્યો હતો. જેમાં એક આઈશર ટેમ્પો જેમાં LPG સિલિન્ડર ભરેલા હતા તે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. માહિતી પ્રમાણે સચિનથી હજીરા સ્થિત HPCL કંપની તરફ આ ટેમ્પો જઈ રહ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં કોઈની જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી.


સદનસીબે આ ટ્રકમાં જે બાટલા મૂકવામાં આવ્યા હતા તે ખાલી સિલિન્ડર હતા, જેમાં ગેસ નહોતો જેથી મોટા વિસ્ફોટની ઘટના બનવા પામી નહોતી. આ ઉપરાંત આ અકસ્માત ટ્રકચાલકે સામે આવતી કારને બચાવવાના પ્રયાસમાં થઈ ગયો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવમાં ટ્રકનો ચાલક ભરત રાજપૂત કેબિનમાં ફસાઈ ગયો હતો, જેથી તેને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી હતી. પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા આ ટ્રકચાલકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.આ બનાવની વિગતો પ્રમાણે ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેની વધુ સારવાર માટે તેને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો. નોંધનીય છે કે હજીરા મગદલ્લા ઈન્ડસ્ટ્રિયલ બેલ્ટ પર આવેલ છે જેથી ગેસની દુર્ઘટનાના ઘણાં બીજા દુષ્પરિણામો સર્જાઈ શકે તેમ હતા, પરંતુ સદ્નસીબે આ બાટલા ખાલી હોવાથી મોટી દુર્ઘટના બનવા પામી નહોતી અને જાનહાનિ પણ ટળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application