Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિત્રના લગ્નમાં ફોટોસૂટ ના બહાને ભાડે થી કેમેરો લઈ ગઠિયો ફરાર

  • January 04, 2021 

ડિંડોલી વિસ્તારમાં રહેતા અને ધો-૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓઍલઍક્ષ ઉપર કેમેરો ભાડેથી આપવાની કરેલી જાહેરાત જોઈ ઠગબાજે મિત્રના મેરેજમાં ફોટોસુટ કરવાને બહાને રૂપિયા ૭૦૦ના ભાટા પેટે કેમેરે લીધા બાદ પરત નહી આપી ઠગાઈ કરી હતી વિદ્યાર્થી દ્વારા ઠગબાજની શોધખોળ વચ્ચે પોલીસે ઠગબાજને ઝડપી પાડી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

 

પુણા પોલીસના જણાવ્યા મુજબ ડિંડોલી રોડ સાંઈધામ સોસાયટીમાં રહેતા મૂળ યુપીના બલીયાના વતની પ્રીતમ દયાશંકરસિંગ રાજપુત (ઉ.વ.૧૮) ઉમીયાનગર ખાતે આવેલ શારદાયતન સ્કુલમાં ધો-૧૧માં અભ્યાસ કરે છે. અને સાથે કેમેરા ભાડેથી આપવાનું પણ કામ કરે છે. પ્રીતમે કેમેરા ભાડે આપવા માટે ઓનલાઈન ઓઍલઍક્સ વેબસાઈટ ઉપર જાહેરાત કરી છે. દરમિયાન ગત તા ૨૩મી ડિસેમ્બરના રોજ રાત્રે દસ વાગ્યે ઓઍલઍક્સ વેબસાઈટ પરથી મોબાઈલમાં ડોબરીયા નામના આઈડીથી મેસેજ આવ્યો હતો અને મોબાઈલ નંબર માંગ્યો હતો. પ્રીતમે વેબસાઈટથી મોબાઈલ નંબર આપતા ગણતરીની મીનીટમાં ફોન કરી કેમેરો મિત્રના લગન્માં ફોટો પાડવા માટે ભાડેથી જાઈતો હોવાની વાત કરી હતી. જોકે પ્રીતમે અજાણ્યાને કેમેરો ભાડેથી આપતો ન હોવાનું કહેતા ઠગબાજે આઈ.ડી. પ્રુફ તરીકે લાઈટ બીલની ઝેરોક્ષ તથા ઓળખપત્રની ઝેરોક્ષ આપીશ હોવાનુ કહી પુણા પાટીયા પાસે ઝેસ્ટ હોટલની નીચે મળવા માટે બોલાવ્યો હતો. પ્રીતમે તેના મિત્ર હર્ષ દીલીપ સાથે મળવા માટે ગયો હતો. ગઠિયાઍ પોતાનું નામ રાધેક્રિષ્ના કહી કેમેરાનું ૭૦૦ રૂપિયા ભાડુ નક્કી કયું હતું.

 

 

ગઠિયાઍ ઓળખપત્ર, લાઈટબીલ આપ્યું હતું જજોકે લાઈટબીલ પ્રકાશ બાબુના નામે હોવાથી પુછતા પોતે ભાડેથી રહેતો હોવાનુ કહ્નાં હતું. ગઠિયાઍ પ્રીતમ પાસેથી રૂપિયા ૬૨,૯૯૯ની કિંમતનો કેનન કંપનીનો ડી.ઍસ.ઍલ.આરનો ડબલ માર્ક મોડલનો કેમેરો ભાડેથી લઈ પરત ૨૫મી ડિસેમ્બરના રોજ પરત આપવાની વાત કરી હતી. જોકે ગઠિયા કેમેરો પરત આપી નહી જતા પ્રીતમ ને મોબાઈલ કરતા બંધ આવતો હતો અને લાઈટબીલના સરનામે તપાસ કરતા ત્યાં રાધેક્રિષ્ના નામનો કોઈ વ્યકિત રહેતો ન હોવાનું બહાર આવ્યું હતુ. દરમિયાન  અમરોલી પોલીસે ઠગબાજને ઝડપી પાડ્યો હતો અને પોલીસ તપાસમા તેનું સાચુ નામ ભીમજી માલવીયા (રહે, સ્વપ્નવીલા સોસાયટી દાદા ભગવાન મંદિર પાસે કામરેજ) હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પુણા પોલીસે પ્રીતમ ની ફરિયાદ લઈ ભીમજી માલવીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application