મુગલીસરા મેઈન રોડ વરીયાળી બજાર કોળીવાડમાં આવેલ ઍક દુકાનમાં ગઈકાલે પીસીબીઍ રેડ પાડી બીલ વગરના નાઈકી,ઍડીદાસ અને ફિલા કંપની સુઝનો કુલ રૂપિયા ૪.૧૦ લાખના જથ્થો કબજે કરી દુકાનદારની ધરપકડ કરી હતી.
પીસીબીના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા દિવાળી તહેવાર અનુસંધાને શહેરમાં ચાલતા ગેરકાયદેસર પ્રવુતીઓને ડામવા અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી જે અંતર્ગત પીઆઈ ઍસ.જે.ભાટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે વખતે કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ જશવંતસિંહ અને હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ મંગુભાઈઍ ઍવી બાતમી મળી હતી કે ઝાહીદ મોહમંદ મીયાં વાહેદકલામ બીલ વગરના નાઈકી, અડીદાસ જેવા ઈન્ટરનેશનલ બ્રાંડના શુઝનું વેચાણ કરે છે અને હાલમાં દિવાળીના તહેવાર અનુસંધાને પોતાની લાલગેટ વરીયાળી બજાર કોળીવાડ ખાતે મીરઝા સ્વામી હોલની સામે આવેલ ઓફિસમાં સ્ટોક કરી રાખ્યો છે.
જે બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે મકાન નં- ૧૧/ ૨૨૧૭ના ગ્રાઉન્ડ ફ્લોરમાં રેડ પાડી હતી જેમાં ઝૈઈદ મંહમંદમીયાં વાહેદકલામ (ઉ.વ.૨૯.રહે, દેનાવિહાર સોસાયટી અડાજણ પાટીયા)ઓફિસમાં કાર્ટુન બોક્ષો નંગ-૬માંથી નાઈકી, ઍડીદાસ અને ફિલા કંપનીના શુઝની જાડી નં-૪૧૦ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા ૪,૧૦,૦૦૦ થાય છે આ ઉપરાંત પુઠાના બોક્ષ, અને પ્લાસ્ટીકના થેલીઓ પણ મળી આવી હતી.
પીસીબીઍ ઝૈઈદ કલામને મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા કોઈ બીલ ચલણો કે અન્ય કોઈ પુરાવા તેની પાસે નહી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કુલ કુલ રૂપિયા ૪,૧૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી ઝૈઈદ કલામની ધરપકડ કરી હતી.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500