Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:પુણામાં આધેડ મહિલાને સીતાફળ ઍક લાખમાં પડ્યા

  • November 05, 2020 

પુણા ગામ ઓવરબ્રિજ નીચે શાકભાજી માર્કેટમાં સીતાફળ ખરીદી રહેલી મહિલાના ગળામાંથી અન્ય મહિલા ધક્કામુક્કી કરી રૂ.૧.૦૫ લાખની સોનાની ચેઇન ચોરી ગઇ હતી. રાત્રે ઘરે પહોંચ્યા બાદ મહિલાને ચેઇન ચોરાયાની જાણ થતા પુણા પોલીસ મથકમાં અજાણી મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

 

 

પુણા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ પુણા ગામ ભૈયાનગરની પાછળ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા મીનાબેન મણીલાલ પરમાર (ઉ.વ.૫૫)ગત ૨૫ ઓક્ટોબરના રોજ પુત્રવધુ હિરલ સાથે પુણા ગામ સીતાનગર ચાર રસ્તાથી રેશ્મા રો હાઉસ જવાના રસ્તા ઉપર યોગેશ્વર સોસાયટીના ગેટની સામે ઓવરબ્રીજની નીચે શાકભાજી માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયા હતા. મીનાબેન માર્કેટમાં સીતાફળ ખરીદતા હતા તે વખતે ઍક અજાણી મહિલા પણ સીતાફળ ખરીદવા માટે તેમની બાજુમાં ઉભા રહીને ધક્કો મારતા હતા જેથી મીનાબેનની પુત્રવધુ હિરલબેને મહિલાને કેમ ધક્કો મારો છો ત્યારે અજાણી મહિલાઍ મારે પણ સીતાફળ લેવા છે તેમ કહી કહ્નાં હતું.

 

 

મીનાબેન સીતાફળ ખરીદ્યા બાદ રાત્રે સાડા દસેક વાગ્યે ઘરે ગયા ત્યારે તેમના ગળામાંથી રૂપિયા ૧.૦૫ લાખની કિંમતની સોનાની ચેઈન ન હતી. મીનાબેન શાકભાજી લેવા માટે ગયેલા તે દરમ્યાન ભીડવાળી જગ્યાઍ અથવા સીતાફળની દુકાને કોઇક અજાણી વ્યક્તિઍ અથવા તો અજાણી મહિલાઍ ગળામાંથી સોનાની ચેઇન ચોરી લીધાની ફરિયાદ મીનાબેને  પુણા પોલીસ મથકમાં નોંધાવી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application