Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરાછામાં યુવક દુધ લેવા બહારથી દરવાજાને કડી મારી ગયોને અજાણ્યો ઘરમાંથી ૨૭ હજારની મતા ચોરી ગયો

  • November 05, 2020 

વરાછા ખોડીયારનગર રોડ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો યુવક વહેલી સવારે ઘરનો દરવાજાને બહારથી કડી મારી દુધ લેવા માટે ગયો હતો તે દરમિયાન મોઢા ઉપર માસ્ક પહેરીને આવેલો અજાણ્યો ઘરમાં ઘુસી રોકડા ૧૫ હજાર અને મોબાઈલ ચોરી કરી નાસી ગયો હતો.

 

 

વરાછા પોલીસના જણાવ્યા મુજબ વરાછા ખોડીયાર નગર રોડ રાધા ક્રિષ્ણા સોસાયટીમાં રહેતા દિનેશ મનસુખભાઈ વાળા (ઉ.વ.૪૨) તેના મિત્રો સાથે રહે છે. અને વરાછા મીરાનગર ગેટનીસામે સ્વેતરાજ સોસાયટીમાં આલબમ્બ બેગ સિવાનું કામ કરે છે. દિનેશભાઈ ગત તા ૩૦મીના રોજ સવારે સાડા છ વાગ્યે ઘરના દરવાજે બહારથી કડી મારીને દુધ લેવા માટે ગયો હતો અને તેનો મિત્ર સંદિપ યાદવ અને તેની બહેન સુતા હતા તે દરમિયાન મોઢા ઉપર માસ્ક પહેર અજાણ્યો ઘરમાં ઘુસી મોબાઈલ અને રોકડા ૧૫ હજાર ચોરી કરી નાસી ગયો હતો.

 

 

દિનેશ દુધ લઈને ઘરે આવ્યો ત્યારે દરવાજા ખુલ્લો જાતા તેણે સંદિપને પુછતા તેઓઍ દરવાજા ખોલ્યો ન હોવાનું કહેતા ઘરમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. દિનેશભાઈઍ આજુબાજુમાં પુછતા કોઈને ખબર ન હતી પરંતુ સોસાયટીની બહાર આવેલી દુકાનના સીસીકેમેરા ચેક કરતા પોણા સાતેક વાગ્યે મોઢા ઉપર માસ્ક પહેરીને આવલો અજાણ્યો સોસાયટીમાં આવતો અને જતો દેખાયો હતો. પોલીસે દિનેશની ફરિયાદ લઈ સીસીફુટેજના આધારે તપાસ શરુ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application