Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોક,અઠવા અને રાંદેરમાંથી જુગાર રમતા ૧૬ ઝડપાયા

  • October 22, 2020 

રાંદેર ઉગત રોડ શ્રીજીનગરી સોસાયટીના બાજુમાં આવેલ ચંક્રઘર સોસાયટીના મેદાનમાંથી, ગોપીપુરા વ્હોરાવાડ બાપજી ઍપાર્ટમેન્ટમાં ફલેટમાં અને કોઝવે રોડ સુઍઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સામે આવેલ સત્યમનગર સોસાયટી પાસે ગઈકાલે સ્થાનિક પોલીસે રેડ પાડી જુગાર રમતા કુલ ૧૬ જણાને ઝડપી પાડયા હતા પોલીસે જુગારીઓ પાસેથી કુલ રૂપિયા ૬૦,૯૩૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

રાંદેર પોલીસના જણાવ્યા મુજબ સર્વલન્સ સ્ટાફના માણસોએ ઉગત શ્રીજીનગરી સોસાયટીની બાજુમાં ચંક્રધર સોસાયટીમાં આવેલા ખુલ્લા મેદાનમાં ગઈકાલે મોડી સાંજે સવ્વા સાતેક વાગ્યે રેડ પાડી હતી જેમાં મેદાનમાંથી જુગાર રમતા વિનોદસીંગ રાજપુત, રામશંકર શર્મા, શિવમ શાહુ, ચંદ્રપાલ રાઠોડ, ધરવેનસીંગ ચૌહાણ, હરેશચંદ રાઠોર, મહાવીર તૈલીને ઝડપાયા હતા.પોલીસે ઝડપાયેલા જુગારીઓ પાસેથી રોકડા ૨૨,૮૦૦ કબજે કર્યા હતા.

 

અઠવા પોલીસના સર્વલન્સ સ્ટાફે ગોપીપુરા વ્હોરાવાડ બાપજી ઍપાર્ટમેન્ટના પાંચમાં માળના ફ્લેટમાં રહેતા શબ્બીર મોહસીન તાલીબના ત્યાં રેડ પાડી હતી જેમાં શબ્બીર ઉપરાંત ફેઝર યાહયા લોખંડવાલા, મઝહર ફકરૂદ્દીન મકચન્ટ અને શબ્બીર મોઈસ લાકડાવાલાને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા ૨૧,૧૬૦ અને મોબાઈલ નંગ-૪ મળી કુલ રૂપીયા ૨૬,૧૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો જયારે ચોકબજાર પોલીસે કોઝવે રોડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સામે આવેલ સત્યમનગર સોસાયટી પાસેથી ગઈકાલે જુગાર રમતા રાજન યાદવસ અવધેશ કુસ્વાહ, સંદીપ કુસ્વાહ, કમલસિંહ કુસ્વાહ, તીરથસિંહ કુસ્વાહને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડા ૧૧,૯૭૦ કબજે કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application