માહિતી વિભાગ દ્વારા સુરત, તમાકુના સેવનથી સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો અંગે લોકોમાં જનજાગૃતિ લાવવા દર વર્ષે ૩૧મી મે ના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ બી. પટેલનાં માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર થકી જિલ્લામાં સમાવિષ્ટ તમામ ગામો તથા શહેરી વિસ્તારોમાં જનજાગૃતિ રેલી, જુથ ચર્ચા, શાળા-કોલેજના બાળકોને આરોગ્ય શિક્ષણ આપી લોકોને તમાકુમુક્ત, વ્યસનમુક્ત થવા આહવાન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ તેમજ આ વર્ષની “We need food, not tobacco” ની થીમ પર ચર્ચા કરવામાં આવી હતી. સુરત જિલ્લાના ૫૫ પ્રા.આ.કેન્દ્ર, ૦૪ અર્બન હેલ્થ સેન્ટર, ૧૩ કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હોવાનું EMO ડૉ. કૌશિક પટેલે જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500