જૂના ડીસા શ્રીમાળી સમાજ, સુરતના ઉપક્રમે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સંજીવકુમાર ઓડિટોરિયમ, અડાજણ ખાતે 'લવ યુ જિંદગી' મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર શ્રી સંજય રાવલે જિંદગી જીવવાની કળા' વિષય પર મોટિવેશન વક્તવ્ય રજૂ કર્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, યુવાનોએ જિંદગીની રાહ પર આગળ વધવા સ્કીલ ડેવલપમેન્ટ કરવું જરૂરી છે. તેમણે ઉપસ્થિત સમજબંધુઓને સ્વચ્છતા, પરિવારભાવના, માનવસેવા જેવા ગુણોને આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો. ડીસામાં એર સ્ટ્રીપ તૈયાર થાય એ સાથે ઉડાન યોજના હેઠળ હવાઈ સેવા શરૂ થાય તે દિશામાં યોગ્ય આયોજન કરાશે તેમજ બનાસકાંઠા, ડીસા સુધી GSRTC બસોની કનેક્ટિવિટી વધારવામાં આવશે એમ એમ તેમણે જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500