Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના કીકાકુઈ પાસે બાઈક સવાર યુવકોને અકસ્માત નડ્યો, બે ના મોત

  • September 11, 2020 

સોનગઢ-વ્યારા નેશનલ હાઇવે માર્ગ પર બાઈક સવાર યુવકોને અકસ્માત નડ્યો હતો. જેમાં સુરતના બે યુવકોના મોત નિપજ્યા હોવાનો બનાવ પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો છે.

 

મળતી માહિતી અનુસાર સોનગઢ ના કીકાકુઈ ગામ પાસે નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર તા.૧૦મી સપ્ટેમ્બર નારોજ રાત્રે ૮:૩૦ કલાક ના અરસામાં હોન્ડા યુનિકોન મોટર સાયકલ નંબર જીજે/૦૫/એલઆર/૮૬૭૦ ના ચાલકે હાઇવે ઉપરના વચ્ચેના ડીવાયડર સાથે ટક્કર મારતા (૧) રાવત ધીરુભાઈ જાદવ (ઉ.વ.૨૬) રહે,જગદીશનગર,વરાછા જી.સુરત (૨) ભરતસિંહ રાવતસિંહ ભાટી (ઉ.વ.૩૫) રહે,જગદીશનગર,વરાછા જી.સુરત બંને જણા રોડ પર પટકાયા હતા. જેના કારણે તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યા હતા.

 

બનાવ અંગે જયસિંહ દદુભા ભાટી રહે, વિઠ્ઠલનગર-સુરત ની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application