બાગેશ્વર ધામ સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં 26 મેથી 2 જૂન સુધી ગુજરાતના વિવિધ શહેરોમાં તેમનો દરબાર લગાવશે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર લાગશે. સુરત પ્રવાસથી ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે. બાગેશ્વર સરકારના કાર્યક્રમ માટે રાજ્યના શહેરોમાં તૈયારીઓ થઇ રહી છે.
સુરતમાં 26મેથી બે દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં દિવ્ય દરબાર ભરાશે. સુરતના કાર્યક્રમ માટે પોલીસ મંજૂરી લઇ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલુ જ નહીં વીવીઆઇપીનો પણ અહીં જમાવડો થાય તેવી શક્યતા છે. સુરત બાદ 29 મેના રોજ અમદાવાદ અને 1 જૂનના રોજ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે. પોલીસ મંજૂરીથી માંડીને VVIPની હાજરી સુધીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતના લીંબાયતમાં 26,27 મેના રોજ બાબાનો દરબાર છે જ્યારે અમદાવાદમાં ઘાટલોડિયાના ચાણક્યપુરીમાં બાબાનો દરબાર યોજાશે બાગેશ્વર ધામ સરકાર એવા ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસમાં મહત્વનું છે કે 1 જૂનથી 2 દિવસ માટે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવાનો છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરાયું છે ત્યારે રાજકોટમાં કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી મોરારી બાપુ હાજર રહી શકે છે.
ડ્રગ્સ અંગે જાણકારી આપે તો રૂ. 5 લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો કેસ સામે આવ્યો છે. જેમાં બાગેશ્વર બાબાને કોમર્શિયલ કો-ઓપ બેન્કના CEOની ચેલેન્જ છે. તેમાં રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી, કોના ઈશારે આવે છે તે જણાવે. તથા ડ્રગ્સ અંગે જાણકારી આપે તો રૂ. 5 લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ચર્ચા આ સમયે દેશભરમાં થઈ રહી છે. તેમની પ્રસિદ્ધિ ચારે દિશામાં ફેલાઈ રહી છે. માત્ર 26 વર્ષની ઉંમરમાં કરોડો લોકોને ભક્ત અને પ્રભુના પ્રેમ અને ભક્તિમાં પાગલ બનાવી ચુકેલા બાગેશ્વર બાબાની સામે મોટા-મોટા વીઆઈપી અને નેતા-મંત્રી માથુ ઝુકાવી ઉભા રહે છે. આ કારણ છે કે તેમના જીવન વિશે જાણવામાં લોકોને ખુબ રસ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500