વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસે વધુ પાંચ ફાઈનાન્સરની પાસા હેઠળ અટકાયત કરી જુદીજુદી જેલમાં મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરત પોલીસે વર્ષ 2023 માં અત્યાર સુધીમાં 28 ફાઈનાન્સરની પાસા હેઠળ અટકાયત કરી છે.પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસે વધુ પાંચ ફાઈનાન્સરની પાસા હેઠળ અટકાયત કરી જુદીજુદી જેલમાં મોકલી આપ્યા છે.
અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા ફાઈનાન્સર અમિત પંજાબરાવ રડકેને અમદાવાદ જેલ, અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા ફાઈનાન્સર રિતેશકુમાર પ્રકાશ ભોંસલેને અમદાવાદ જેલ, અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા ફાઈનાન્સર ઋષભ અશોકભાઈ ઠક્કરને નડીયાદ જેલ, અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા ફાઈનાન્સર વિપુલ જયંતિલાલ ઠક્કરને વડોદરા જેલ અને અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા ફાઈનાન્સર પુનીત અશોક ગોયલને અમદાવાદ જેલમાં મોકલી આપ્યા છે.
સુરત પોલીસે આ પાંચ ફાઇનાન્સરની સાથે વર્ષ 2023 માં અત્યાર સુધીમાં 28 ફાઈનાન્સરની પાસા હેઠળ અટકાયત કરી છે.જયારે સુરત પોલીસે ચાલુ વર્ષે રાજ્યમાં સૌથી વધુ 986 ની પાસા હેઠળ અટકાયત કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500