Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં ક્યાંય નહી બન્યુ હોય એવું સુરત રેન્જ પોલીસે કરી બતાવ્યું : ચાર શ્રમિકોના નામે કરાવી ૨૦-૨૦ લાખ એફડી

  • July 11, 2021 

આખા ગુજરાતમાં કદાચ આવુ ક્યાંય નહી બન્યુ હોય તેવુ કામ સુરત રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે, પોલીસનું નામ સાંભળતાની સાથે લોકોમાં ડરાવે, ધમકાવે, માર મારે, લોકઅપમાં બેસાડી દેતા હોવાનું દ્શ્ય સામે આવે છે પરંતુ ઍવું નથી. પોલીસની ખાખી વર્દીમાં પણ માનવતા છુપાયેલી હોય છે અને સમયાંતરે સપાટી ઉપર આવે છે. આજે તમને આવા જ ઍક પોલીસની માનવતાના કિસ્સાની વાત કરી રહ્યા છે.

 

 

 

 

 

મૃતક શ્રમિકના પરિવારજનો અને સંતાનોનો અભ્યાસનો તમામ ખર્ચ પણ બિલ્ડર ઉઠાવ્યો

કામરેજના વેલંજા ખાતે માટી ધસી પડવાથી ૪ શ્રમિકોના મોત થયા હતા. પોલીસે આ કિસ્સામાં જવાબદારો સામે પોલીસ કાર્યવાહી તો કરી જ છે પરંતુ મૃતક શ્રમિકોના પરિવારોને ગુજરાન ચલાવામાં વાંધો નહી આવે તે માટે નૌતિકતાના ધોરણે બિલ્ડરને બોલાવી પરિવારના નામે ઍફડી કરવા માટે સમજાવ્યા હતા. અને બિલ્ડરો પણ રાજી થઈને માનવતાના ધોરણે ઍક-ઍક પરિવારના નામે રૂપિયા ૨૦-૨૦ લાખની ઍફડી કરાવી હતી. તેમજ મૃતક શ્રમિકના પરિવારજનો અને સંતાનોનો અભ્યાસનો તમામ ખર્ચ પણ બિલ્ડર ઉઠાવ્યો છે.

 

 

 

 

 

પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી તો કરી જ. પણ...

કામરેજ પોલીસ મથકની હદમાં વેલંજા ખાતે ઍક બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું હતું તે વખતે અચાનક જ માટી ધસી પડતાં દટાઇ જવાથી ૪ શ્રમિકોનાં મોત થયાં હતાં. આ અંગે કામરેજ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી તો કરી જ. પણ, માનવતાવાદી અભિગમ ધરાવતા સુરત રેન્જના આઇજીપી ડો. રાજકુમાર પાંડીયનને આટલી કામગીરીથી સંતોષ ન થયો. તેમનો અંતરાત્મા કાંઇક વધુ કરવાનું કહેતો હતો. આખરે તેમણે નિર્ણય કર્યો કે શ્રમિક પરિવારોને ગુજરાન ચલાવવામાં તકલીફ ન પડે તે માટે કાંઇક વ્યવસ્થા કરવી જોઈએ.

 

 

 

 

 

ચાર શ્રમિક પરિવારોને ગુજરાન ચલાવવામાં તકલીફ ન પડે તેવી વ્યવસ્થા થઇ

બસ, આ વિચાર આવતાની સાથે જ તેમણે મનોમંથન શરૂ કર્યું કે ખરેખર કરવું શું જોઇઍ કે જેનાથી આ શ્રમિક પરિવારોને ભવિષ્યે તકલીફ ન પડે? ભારે વિચારના અંતે તેમણે આ બાંધકામ જેમનું ચાલતું હતું તે બિલ્ડરને બોલાવવાનો નિર્ણય કર્યો. બિલ્ડરને બોલાવીને કહ્યું કાયદેસર જે થતું હશે તે તો થશે જ પણ નૈતિકતાના ધોરણે કાંઇક કરવું જોઇઍ. તમે આ શ્રમિક પરિવારોના નામે ઍફડીની વ્યવસ્થા કરો. આ વરિષ્ઠ અધિકારીની વાત બિલ્ડરને સમજાઇ ગઇ. તેમણે પણ વિચાર્યું કે વાત સાચી છે. આખરે બિલ્ડરે ­પ્રત્યેક શ્રમિક પરિવારના નામે રૂ. ૨૦-૨૦ લાખની ઍફડી કરવાનો નિર્ણય કર્યો. આ રીતે ચાર શ્રમિક પરિવારોને ગુજરાન ચલાવવામાં તકલીફ ન પડે તેવી વ્યવસ્થા થઇ.

 

 

 

 

 

મેં સમજાવ્યા હતાઃ ડો. રાજકુમાર પાંડીયન

આ બાબતે ઍડિશનલ ડીજીપી ડો.રાજકુમાર પાંડીયન (સુરત રેન્જના આઇજીપી)નો સંપર્ક કરતા તેમણે કહ્નાં હતું કે આ કિસ્સામાં મેં બિલ્ડરોને બોલાવીને સમજાવ્યા હતા. કાયદાની દૃષ્ટિઍ પોલીસ કોઇ કચાસ રાખશે નહીં જેમની પણ જવાબદારી હશે તેમની સામે પગલાં તો લેવાશે જ. પરંતુ માનવતાની દૃષ્ટિઍ કાંઇક કરવું જોઇઍ. શ્રમિકોના પરિવારજનોને ભવિષ્યે તકલીફ ન પડે તે રીતનું આયોજન કરવું જોઇઍ. બિલ્ડરોને આ વાત સમજાઇ ગઇ અને તેમણે શ્રમિક પરિવારો માટે આર્થિક મદદની વ્યવસ્થા કરી.

 

 

 

 

કોસંબા નજીક ૧૪નાં મોત વખતે રૂ. ૧૮ લાખની સહાય કરાઇ હતી

ત્રણેક મહિના પૂર્વે કોસંબા નજીક ઍક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ઍક સાથે ૧૪ શ્રમિકોનાં મોત થયાં હતાં. આ કરુણ ઘટનામાં રાજ્ય સરકારે તો આર્થિક સહાય ચૂકવી જ પણ સુરત રેન્જની પોલીસે પણ માનવતાવાદી અભિગમ અપનાવી પોતાની રીતે શ્રમિકોને મદદરૂપ બનવાનું વિચાર્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ પોત પોતાની રીતે યોગદાન આપ્યું. ત્યાર પછી કડોદરા જીઆઇડીસી વિસ્તારના ઉદ્યોગપતિઓને આ મુદ્દે આર્થિક સહાય કરવા અપીલ કરી. જેના કારણે રૂ. ૧૮ લાખ જેટલી રકમ ઍકત્ર થઇ હતી. જે મૃતકના પરિવારજનોને પહોંચાડવામાં આવી હતી. આ માનવતાવાદી કામગીરી પણ ડો. રાજકુમાર પાંડીયનના માર્ગદર્શન તળે સુરત જિલ્લા પોલીસની ટીમે કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application