સુરત રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વી.ચંદ્રશેખરે તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી. ડાંગ જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સપેક્શન દરમિયાન પરેડ કમાન્ડર તરીકે પોલીસ અધિક્ષકશ્રી યશપાલ જગાણીયાએ, IGPશ્રીને શસ્ત્ર સલામી આપી સન્માન કર્યું હતું. દરમિયાન IGPશ્રી દ્વારા શ્રેષ્ઠ પરેડ માટે પોલીસ જવાનોને એવોર્ડ્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પરેડ બાદ સ્ક્વોડ ડ્રીલ, પી.ટી., લોગ પી.ટી., કેદી પાર્ટી ડ્રીલ, લાઠી ડ્રીલ, રાયફલ પી.ટી., ફાયર આર્મ્સ ડ્રીલ, બૉમ્બ ડીસ્પોઝલ ટેક્નીક, મ્યુઝિક બૅન્ડ, ડોગ ડ્રીલ વિથ બૉમ્બ ડિટેક્ટર્સ, રાયફલ બેનેટ ફાઇટ્સ, સાયન્ટીફિક ઈન્વેસ્ટીગેશન ટેકનોલોજી, એન્ટી ટેરરીસ્ટ ઓપરેશન, એન્ટી રાયોટ મૉક ડ્રીલ, ઑબ્સ્ટીકલ એક્શન્સ વિગેરે ૨૧ જેટલી એક્ટિવિટીસ પ્રદર્શિત કરવામાં આવી હતી.
IGPશ્રી વિ ચંદ્રશેખરે પોલીસના રહેણાંકના મકાનો, રિઝર્વ પોલીસ ઇન્સ્પેકટરની કચેરી, આર્મ્સ ઍન્ડ ઍમ્યુનેશન્સ, પોલીસ ઇક્વીપ્મેન્ટ્સ, ક્વાર્ટર ગાર્ડનું ઇન્સપેક્શન કરી, ઍકસલેન્ટ પરફોર્મન્સ બદલ સરાહના કરી હતી. બાદ પોલીસ તાલીમ ભવન ખાતે, પોલીસ સંમેલન યોજી કર્મચારીઓની સમસ્યાઓ સાંભળી, નિવારણની પણ ખાત્રી આપી હતી. મુલાકાત દરમિયાન IGP શ્રીએ જિલ્લાના પ્રમુખ આગેવાનો સાથે બેઠક યોજી, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો. IGPશ્રીએ પોલીસ ભવન ખાતે પહોંચી પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ યોજી, જરૂરી માર્ગદર્શન પૂરું પાડી, તેમને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ દ્વારા સાંભળ્યા હતા. મુલાકાત દરમિયાન પોલીસની તમામ શાખાઓ સહિત વહીવટી શાખાઓની તપાસણી કરી કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500