શાળા સલામતીને અનુલક્ષીને સુરત આર.ટી.ઓ. તેમજ ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીની ટીમ દ્વારા એ.કે. રોડની સરસ્વતી હિન્દી વિદ્યાલય તેમજ ડભોલીની એલ.પી.સવાણી રિવરસાઈડ સ્કુલમાં અને માર્ગ સલામતી કાર્યક્રમ યોજી કુલ ૪૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રોડ સલામતી અને ટ્રાફિક નિયમનની સમજ અપાઈ હતી. સુરત આરટીઓ કચેરીના AIMV એચ.કે.પટેલ., DTEWS પ્રેસિડેન્ટ અને રોડ સેફ્ટી ટ્રેઈનર બ્રિજેશ વર્મા, મનીષ ખ્રીસ્તાચારીએ રસ્તા અને ફૂટપાથ પર ચાલવા, હેલ્મેટ અને સિટબેલ્ટ, નાની ઉંમરમાં વાહનનો ઉપયોગ ન કરવા, રોંગ સાઇડ ડ્રાઈવિંગ, ડ્રાઇવિંગ કરતાં મોબાઈલનો ઉપયોગ ન કરવા, રસ્તો ક્રોસ કરવા અને પાર્કિંગના નિયમો, ડ્રાઈવિંગ લાયસન્સ, mParivahan એપ્લિકેશન અને સરકારની રોડ અકસ્માત સહાય યોજના વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સરસ્વતી શાળાના ૮૦ અને એલ.પી.સવાણી શાળાના ૩૨૨ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. કાર્યક્રમના અંતે શિક્ષકો-વિદ્યાર્થીઓએ રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500