સુરત પોલીસે ગુનેગારોને ઝડપી પાડવા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કાપોદ્રામાં રોડ પર ભરતામ ફ્રુટ માર્કેટ વચ્ચે ગાંજો વેચતા બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને ડ્રોનથી ટ્રેસ કરી ભારે ભીડ વચ્ચેથી શોધ્યા હતા. નશીલા દ્રવ્ય વેચનારા પેડલરોને પકડવા માટે પોલીસે ડ્રોનનો ઉપયોગ કર્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છો. હિંમત હડીયા અને નિતીન ચાવડા નામના આ યુવકો પાસેથી 348 ગ્રામ ગાંજો મળી આવ્યો છે.
કાપોદ્વા પોલીસ મથકના કાપોદ્રા પોલીસ મથકના ઇન્સપેક્ટર એમ.બી.ઔસુરાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, માદક પદાર્થોની હેરાફેરી તથા વેચાણ કરનાર આરોપીની શોધખોળ કરી કાર્યવાહી કરવામાં આવશે, તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. કાપોદ્રા ચાર રસ્તા પાસે ડી.જી.વી.સી.એલ. ઓફિસ સામે બે યુવકો છૂટકમાં ગાંજો વેચતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ભીડવાળા વિસ્તારમાંથી આરોપીઓ ફરાર ન થાય તે માટે ડ્રોન મારફતે નજર રાખવામાં આવી હતી. પોલીસે રોડ પર ડ્રોન ઉડાવ્યા બાદ ફૂટેજ ચેક કરતા સમય બ્રિજ પાસે બે યુવકો શંકાસ્પદ વર્તણૂક કરતા દેખાયા હતા. લોકેશન ટ્રેસ થતાં પોલીસે આરોપીને દબોચી લીધા હતા. હિંમત સામજીભાઈ હડીયા અને નીતિન ધીરૂભાઈ ચાવડાની પોલીસે અટકાયાત કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application