નવસારીનાં વાંસદામાં 15 લાખની નકલી નોટો સાથે સુરત પોલીસનો હેડ કોન્સ્ટેબલ રૂપિયા 37.42 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડાયો હતો. વાંસદા પોલીસને બાતમી મળી હતી કે, સુરતથી અનાવલ થઇને 2 કારમાં કેટલાક લોકો 500ના દરની બનાવટી ચલણી નોટો સાથે ભીનારથી વાંસદા આવી રહ્યા છે. પોલીસે નાકાબંધી કરી હતી અને બંને કાર અટકાવી 5 જણા પાસેથી રૂપિયા 500ના દરની બનાવટી ચલણી નોટ નંગ 2994 તથા 6 નંગ અસલ ચલણી નોટ મળી કુલ રૂપિયા 15 લાખની ચલણી નોટો સહિત કુલ રૂપિયા 37.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
નોટની ડીલ કરતી વખતે ઝઘડો થાય ત્યારે સાથી પોલીસ કર્મી દ્વારા સરકારી પિસ્તોલથી ગ્રાહકને ડરાવી ધમકાવી 15 લાખની બનાવટી ચલણી નોટો સાથે પકડાયો છે. જેમાં જેનિશ જગદીશ પટેલ (ઉ.વ.40, અવધ લેક સિટી, બાબેન, બારડોલી), પ્રકાશ ગુલાબ કામલે (ઉ.વ. 29, રહે.બારડોલી), શ્રવણ ફુલજીપટેલ (ઉ.વ.27, રહે.બારડોલી), રાહુલ રમેશચંદ્ર શર્મા (ઉ.વ.38, રહે.શ્રીજીનગરી સોસાયટી,પાલનપુર જકાતનાકા,સુરત) અને સુરત પોલીસ હેડ ક્વાર્ટરનો હેડ કોન્સ્ટેબલ યોગેશ યુવરાજ સામુદ્રે (ઉ.વ.42, રહે.સાંઇ પેલેસ, સરોલી ગામ, ઓલપાડ રોડ, સુરત)નાઓની પોલીસે અટકાયત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500