Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત પાલિકા આજથી ફક્ત મહિલાઓ માટે પીંક બસ સેવાનો પ્રારંભ કરશે

  • September 17, 2023 

સુરત મહાનગરપાલિકા પ્રદુષણ અટકાવવા માટે શરૂ કરેલી સામુહિક પરિવહન સેવામાં ઈ-બસ બાદ હવે ફક્ત મહિલાઓ મુસાફરી કરી શકે તે માટે આજથી પીંક બસ સેવા શરૂ કરવા જઈ રહી છે. સુરત પાલિકા આજે સાંજે ચાર વાગ્યાથી ફક્ત મહિલાઓ માટેની બસ સેવાનો પ્રારંભ કરશે. પાયલોટ પ્રોજેકટમાં સરથાણા નેચર પાર્કથી ઓ.એન.જી.સી.ના રૂટ પર બસ દોડાવશે, આગામી દિવસોમાં ડિમાન્ડ બાહ બીજા રૂટ પણ શરૂ કરાશે. સુરત પાલિકાએ શહેરમાં સીટી અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરી છે તેમાં તબક્કાવાર હવે ડીઝલ બસના બદલે ઇલેક્ટ્રિક બસ દોડાવવાની કામગીરી રહી છે. વર્ષ-2025 પુરૂ થાય ત્યાં સુધીમાં શહેરના તમામ રસ્તા પર ડીઝલ બસના બદલે ઈ-બસ દોડતી જોવા મળે તે પ્રકારનું પાલિકા આયોજન કરી રહી છે.



પાલિકાના સામુહિક પરિવહન સેવામાં રોજ અઢી લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. થોડા સમય પહેલાં પાલિકાની સામાન્ય સભામાં ફક્ત મહિલાઓ માટેની બસ સેવા શરૂ કરવા માટેની ડિમાન્ડ કરવામાં આવી હતી. આ ડિમાન્ડ આજે પુરી થતી જોવા મળી રહી છે. આજે સાંજે ચાર વાગ્યાથી સુરત પાલિકા ફક્ત મહિલાઓ માટેની બસ સેવા શરૂ કરવા જઈ રહી છે. સુરત શહેરના સરથાણા નેચર પાર્કથી ઓ.એન.જી.સી.ના રૂટ પર આ બસ સેવા શરૂ થવા જઈ રહી છે. સુરત પાલિકાના પદાધિકારીઓ મહિલાઓ માટે બનેલી પીંક બસની લીલી ઝંડી આપીને બસ સેવાનો પ્રારંભ કરાવશે. આ બીઆરટીએસ બસ સેવાનો પહેલો રુટ શરૂ કરવામાં આવ્યો છે. પાયલોટ પ્રોજેકટમાં સરથાણા નેચર પાર્ક થી ઓ.એન.જી.સી.ના રૂટ પર બસ દોડાવશે, આગામી દિવસોમાં ડિમાન્ડ બાહ બીજા રૂટ માટે પણ આયોજન કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application