Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત પાલિકાએ વડોદમાં ટીપી રોડ ખુલ્લો કરવા માટે 70 કાચી પાકી મિલકત દૂર કરાઈ

  • May 17, 2024 

સુરત પાલિકાએ વડોદમાં ટીપી રોડ ખુલ્લો કરવા માટે મેગા ઓપરેશન ડિમોલીશન હાથ ધર્યુ હતું. જેમાં 70 કાચી પાકી મિલકત દૂર કરી હતી. અલબત્ત, આ ડિમોલીશન દરમિયાન સ્થાનિક લોકોનો સહયોગને પગલે ઓપરેશન ડિમોલીશન ખૂબ મોટુ હોવા છતાં શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થયુ હતું. મહાનગર પાલિકાના વર્તુળોનું કહેવું છે કે, સાઉથ ઝોન(ઉધના) વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં.63(વડોદ)માં આવેલા 45.00 મી.ટી.પી.રોડમાં લાઇન દોરીની અસર હેઠળ આવતા દબાણ/બાંધકામ દૂર કર્યા હતાં. અંદાજિત 70 જેટલા કાચા-પાકા દબાણ/ઝુંપડા દુર કરવામાં આવ્યા હતા.


આ કામગીરી સ્થાનિક રહીશોના સહકાર અને સુમેળભર્યા વાતાવરણમાં અત્રેના સાઉથ ઝોન (ઉધના)નાં 4-ડેપ્યુટી ઇજનેર, 9 જુનિયર-આસિસ્ટન્ટ ઇજનેર, ટેકનિકલ આસિસ્ટન્ટ, કલાર્ક, વાયરમેન, દબાણ  વિભાગનો સ્ટાફ તથા ઇજારાદારના-50 બેલદાર, જરૂરી મશીનરી, 2 જેસીબી, બે ટેમ્પો તથા સુરત મહાનગરપાલિકાના 16 સિકયુરિટી ગાર્ડ સહિતના સ્ટાફને સાથે રાખી કરવામાં આવી હતી. આ લાઇન દોરીના અમલથી અંદાજીત 1400 ચો.મી. ખુલ્લી જમીનનો કબ્જો સુરત મહાનગરપાલિકાને રસ્તાના હેતુ માટે મળ્યો હતો. આ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં વાહનોની અવરજવર તથા જાહેર જનતાને અવરજવર માટે સુગમતા રહેશે તથા આ રસ્તા પર  વિવિધ પ્રાથમિક સુવિધાઓ સુગમતાથી મળી રહેશે, તેવું પાલિકાનું કહેવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News