સ્વાદપ્રિય સુરતીઓ માટે સુરત મહાનગર પાલિકા હવે દરેક ઝોનમાં ફુડ કોર્ટ બનાવવાનું નક્કી કર્યુ છે. આ ફુટ કોર્ટની ડિઝાઇન, જગ્યા સહિતની તમામ પસંદગી પાલિકા કરશે. અને પીપીપી ધોરણે આપવાનું સ્થાયી સમિતિની બેઠકમાં નક્કી કરાયુ હતુ.
સુરત શહેરનું જમણવાર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તો સ્વાદપ્રિય શહેરીજનો કયાંય પણ નાસ્તો કે જમવા માટે દોડી જતા હોય છે. આવા સમયે શહેરીજનોને પોતાના વિસ્તારમાં જો ફુડ કોર્ટ બન્યુ હોઇ તો ઘર નજીક જ અલગ અલગ વેરાયટી જમવાની મળે તે માટે સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા દરેક ઝોનમાં ફુડ કોર્ટ બનાવવાનું નક્કી કરાયુ છે.
સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યુ હતુ કે આ કોર્ટનું સંર્પૂણ પ્લાનીગ પાલિકા દ્વારા જ કરાશે. કઇ જગ્યાએ શરૃ કરવુ, કેવી ડિઝાઇન નક્કી કરવી, કઇ જગ્યાએ પાર્કિગ કરવુ સહિતની તમામે તમામ વસ્તુઓ પાલિકા તૈયાર કરીને પીપીપી ધોરણે ફાળવી દેશે.સ્ટેડીંગમાં નિર્ણય લેવાતા આગામી દિવસોમાં કાર્યવાહી શરૃ થશે.આ ઉપરાંત કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી સર્વિસ રોડ કે આંતરિક ગલીઓમાં પેવર બ્લોક નાંખવાની મંજુરી આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500