માહિતી વિભાગ, સુરત : રાજ્યમાં ચાલી રહેલુ સ્વચ્છતા અભિયાન ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોની ઉજવણીની તૈયારીરૂપે પાલ BRTS ડેપોની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં BRTS બસના વેસ્ટ વ્હીલ પ્લેટ અને ડ્રમમાંથી એક પિરામીડનું સ્કલ્પ્ચર તૈયાર કરાયું હતું, અને તેને તિરંગાના રંગે રંગવામાં આવ્યું હતું. ઉપરાંત, પાલિકા દ્વારા ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરી નકામી ગોળાકાર લોખંડની પાઈપો વચ્ચે છિદ્રો કરી તેમાં માટી ભરી ફૂલછોડ ઉછેરવામાં આવી રહ્યા છે. બિનઉપયોગી ચીજોનો વ્યવહારૂ ઉપયોગ કરી પાલિકાએ ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application